તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહાકાળી માતાનાં દર્શન મોંઘાં થયાં:પાવાગઢમાં રોપ-વેનું ભાડું 140 રૂપિયામાં 29 રૂપિયા વધારીને 170 રૂપિયા કર્યું

હાલોલ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાવાગઢ રોપ-વેની ફાઇલ તસવીર - Divya Bhaskar
પાવાગઢ રોપ-વેની ફાઇલ તસવીર

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શનાર્થે આવતા યાત્રિકો માટે પાવાગઢ ડુંગર સુધી પહોંચવા માટેની રોપવે યાત્રા મોંઘી થવા પામી છે. જેમાં રોપવે કંપની દ્વારા રોપ-વે ટિકિટ પર રૂા.29 જેટલો એક ઝાટકે તોતિંગ વધારો કરાતા રોપવે મારફતે માતાજીના દર્શને પહોંચતા યાત્રિકોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે.

પાવાગઢ રોપ-વેની ફાઇલ તસવીર
પાવાગઢ રોપ-વેની ફાઇલ તસવીર

29 રૂપિયાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો
અગાઉ રોપવે ટિકિટનો દર રૂપિયા 140 જેટલો હતો. જેમાં રૂપિયા 29નો વધારો કરાતા રોપ-વેની ટિકિટનો દર હવેથી રૂપિયા 170 થવા પામ્યો છે. એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને છે. જેને લઇ યાત્રાધામ પાવાગઢ ખાતે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતા પાવાગઢ ડુંગર પર વેપારીઓ દ્વારા દરેક ચીજ વસ્તુઓમાં ભાવવધારો કરાયો છે. તેવા સંજોગોમાં રોપવે કંપની દ્વારા પણ રૂપિયા 29 જેટલો તોતિંગ વધારો રોપવે ટિકિટ પર કરાતા યાત્રાધામ પાવાગઢ ખાતે આવતા ગરીબ અને મધ્યમ વર્ગના શ્રદ્ધાળુ ભક્તો માટે મહાકાળી માતાજીના દર્શન કરવા મોંઘા બની ચૂક્યા છે.

પાવાગઢ રોપ-વેની ફાઇલ તસવીર
પાવાગઢ રોપ-વેની ફાઇલ તસવીર

ટિકિટનો ભાવ મોંઘો થતા પડ્યા પર પાટુ જેવો ઘાટ
શારીરિક અશક્ત લોકો અને વૃદ્ધો બાળકો કે પગપાળા ડુંગર ચઢી ડુંગરની ટોચ પર બિરાજમાન મહાકાળી માતાના દર્શન ન કરી શકતા હોઇ જેઓને ડુંગર પર જવા માટે રોપવે એક માત્ર આશરો છે. તેવા સંજોગોમાં રોપવેની ટિકિટ મોંઘી થતા પડતા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. જેને લઈ રાજ્ય સહિત અન્ય રાજ્યોમાંથી વર્ષે દહાડે પાવાગઢ આવતા લાખો લોકોના ગજવા પર વધુ ભાર પડવા પામ્યો હોઈ પાવાગઢ આવતા યાત્રિકોમાં રોપવે ટિકિટ પર રૂ.29 જેટલો ભાવ વધારો નોંધાતા છૂપો રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...