તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રૂા.8ને બદલે 50 ખંખેર્યા:પાવાગઢ ખાતે યાત્રાળુઓ પાસેથી વધુ ભાડું લઇને ખાનગી જીપચાલકો દ્વારા ઉઘાડી લૂંટ

હાલોલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખાનગી જીપ ચાલકો દ્વારા યાત્રાળુઅો પાસેથી ઉઘાડી લૂંટ. - Divya Bhaskar
ખાનગી જીપ ચાલકો દ્વારા યાત્રાળુઅો પાસેથી ઉઘાડી લૂંટ.
  • ST સેવાના અભાવે ખાનગી જીપમાં બેસતા લોકો પાસેથી રૂા.8ને બદલે 50 ખંખેર્યા

પાવાગઢમાં રવિવારે દોઢ લાખ જેટલા યાત્રાળુઓ ઉમટી પડતા ઠેર ઠેર ટ્રાફિકજામ સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોરાના કાળમાં લોકડાઉનને લઈ છેલ્લે 58 દિવસ મંદિર બંધ રહ્યા બાદ દર્શન માટે મંદિર ખુલ્લું મુકાતાં ખાસ કરીને શનિ- રવિવારે મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડે છે. ગત રવિવારે મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડતાં તંત્ર પણ અવગઢમાં મુકાઇ ગયું હતું.

પાવાગઢ આવતા યાત્રાળુઓની સુખ સુવિધાઓ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયા ફાળવ્યા છે તેમ છતાં તેમ છતાં તંત્રના અણઘડ વહીવટને લઇ યાત્રાળુઓ ને મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો માચી ખાતે વાહન પાર્કિંગ ની જગ્યા નહિવત હોવાથી પાર્કિંગ ની મોટી સમસ્યા સર્જાય છે જયારે પણ મોટી સંખ્યા માં યાત્રાળુઓ ઉમટે છે ત્યારે પોલિસ ને માચી જતા વાહનો કલાકો સુધી રોકી રાખવા પડે છે જયારે માચી પાર્કિંગ માં જગ્યા થયા બાદજ બીજા વાહનો ને ઉપર તરફ જવા દેવાય છે. બીજી તરફ તળેટીથી માચી જવા એસટી બસની સુવિધા ન હોવાથી યાત્રાળુઓને એસટી બસ કરતા પાંચ ગણું ભાડું આપી એસટીબસની સમાંતર ખાનગી જીપોમાં જીવના જોખમે મુસાફરી કરવાનો વારો આવ્યો હતો.

એસટી બસ માં મુસાફર દીઠ માત્ર 8 રૂપિયા ભાડું છે જયારે ખાનગી જીપ ચાલકો 50 રૂપિયા ભાડું વસુલે છે. આમ પાવાગઢ ખાતે ખાનગીજીપ ચાલકો યાત્રાળુઓ પાસેથી વધુ ભાડું લઇને ઉઘાડી લૂંટ મચાવી રહ્યા છે. પાવાગઢ હેરિટેજ હોવાની રાજ્ય સહિત બહારના લોકો આવતાં હોય છે ત્યારે ખાનગી જીપ ચાલકો યાત્રાળુ પાસેથી વધુ ભાડું લઇ રહ્યા છે. ત્યારે સ્થાનિક તંત્ર અને પોલીસ આવા ખાનગી જીપ ચાલકો પર લગામ લગાવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...