તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:હાલોલ-સાવલી રોડ ઉપર રિક્ષા પલટી ખાતાં 3ને ઇજા, રિક્ષાનું વ્હીલ નીકળી જતાં અકસ્માત સર્જાયો

હાલોલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

હાલોલ સાવલી રોડ પર આવેલ સાવલી તાલુકાના ચાંપાનેર કંબોલા ગામે રોડ પર ચાલતી રિક્ષાના આગળનું ટાયર નીકળી જતા ચાલકે રિક્ષા પરથી કાબૂ ગુમાવતા રિક્ષા પલટી ખાઇ જતાં કાલોલ તાલુકાના કાતોલ ગામે રહેતા રિક્ષા ચાલક મેહુલ કુમાર ચૌહાણ અને અને રિક્ષામાં સવાર બે મહિલાઓ ગીતાબેન ચુનારા અને કમલાબેન ચુનારાના શરીરના ભાગે ઇજાઓ પહોંચવા પામી હતી. જેમાં રિક્ષા પલટી ખાઇ અકસ્માત સર્જાતા દોડી આવેલા લોકોએ ત્રણેને હાલોલ રેફરલ ખાતે મોકલી આપ્યા હતા. રિક્ષામાં સવાર બે મહિલાઓ અને રિક્ષાચાલક મંદિરે દર્શન કરી સાવલી તરફથી પરત કાતોલ જઈ રહ્યા હતા ત્યારે રિક્ષાનું આગલું ટાયર નિકળી જતા અને પલટી ખાઈ ગઇ હતી. સદનસીબે રિક્ષા ચાલક અને બે મહિલાઓને નજીવી ઇજાઓ પહોંચતાં તેઓનો આબાદ બચાવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો