ભાસ્કર વિશેષ:પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રિમાં વિખૂટા પડેલાં 53 બાળકો સહિત 78 વ્યક્તિનું પરિવાર સાથે મિલન

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નવરાત્રિમાં વિખુટા પડેલાઓનું પરીવાર સાથે મિલન. - Divya Bhaskar
નવરાત્રિમાં વિખુટા પડેલાઓનું પરીવાર સાથે મિલન.
  • પંચમહાલ પોલીસની સરાહનીય કામગીરીમાં વધુ એક મોરપીંછનો ઉમેરો થયો

યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રિ 2 એપ્રિલથી 16 એપ્રિલ દરમિયાન ગુજરાત રાજ્ય સહિત આંતર રાજ્યોમાંથી લાખો શ્રદ્ધાળુ માઇભક્તો માતાજીના દર્શને પધાર્યા હતા. પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રિના પ્રથમ નોરતાથી ચૈત્રી સુદ પૂનમ સુધી 900 પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પાવાગઢના ખૂણે ખાંચરે ચાંપતી નજર રખાઈ હતી. તેમજ ચૈત્રી નવરાત્રિને અનુલક્ષીને પોલીસ દ્વારા માચી ખાતે કંટ્રોલરૂમ ઉભો કરી મિસિંગ સેલ બનાવવામાં આવ્યો હતો.

જેમાં ચૈત્રી નવરાત્રીના દિવસો દરમ્યાન પાવાગઢ આવેલા શ્રદ્ધાળુ ભક્તોના ધસારામાં હજારો યાત્રાળુઓની ભીડમાંથી કેટલાક બાળકો, મહિલા, પુરુષ, વૃદ્ધો સહિતના લોકો પરિવારથી વિખૂટા પડી ગયા હતા. જેમાં પાવાગઢ પોલીસ મથકના પી.એસ.આઇ જાડેજા સહિતના પોલીસ કર્મચારીઓની ટીમે પરિવારની વિખૂટા પડેલા બાળકો સહિત લોકોને શાંત કરી શાંતવના પાઠવી પોતાની પાસે રાખી તેઓના પરિવારજનોને કલાકોની ભારે જહેમત બાદ શોધી તેઓનું સુખદ મિલન કરવાની કામગીરી હાથ ધર્યું હતું.

જેમાં ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતાથી ચૈત્રી સુદ પુનમના દિવસ સુધીમાં પોલીસ ટીમે કુલ ૫૩ બાળકો અને 25 જેટલા મહિલા પુરુષ અને વૃદ્ધો મળી કુલ 78 લોકોનો તેમના પરિવારજનો સાથે મેળાપ કરાવી આપ્યો હતો.

તેમજ સમગ્ર ચૈત્રી નવરાત્રીના મહત્વના આ 16 દિવસ દરમિયાન પોલીસે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને પહોંચી વળવા તેમજ પાવાગઢ ખાતે કોઇ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની સતત કાળજી લઈને ગુમ થયેલા બાળકો વૃદ્ધો અને મહિલા પુરૂષોનું પરિવાર સાથે સુખદ મિલન કરાવી પાવાગઢ પોલીસે પોતાની કર્તવ્યનિષ્ઠા અને ફરજને પૂર્ણ રીતે નિભાવી સુંદર અને સરાહનીય કામગીરી કરી છે.

અન્ય સમાચારો પણ છે...