તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ગોચરની જમીન પર દબાણ કરનાર ગોડાઉન સંચાલક સામે રજૂઆત

હાલોલ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
આનંદપુરા ગામની ગૌચરની જમીનમાં લાકડાના ભંગારના ગોડાઉન ઉભા કરવામાં આવ્યા છે - Divya Bhaskar
આનંદપુરા ગામની ગૌચરની જમીનમાં લાકડાના ભંગારના ગોડાઉન ઉભા કરવામાં આવ્યા છે
 • આનંદપુરાના ગ્રામજનો દ્વારા બાસ્કા પંચાયતમાં રજૂઆત કરાઇ

હાલોલ તાલુકાના બાસ્કા ગ્રામ પંચાયતમા આવેલ આનંદપુરા ગામ ની સીમમાં આવેલ ગૌચરની જમીનમાં ગેરકાયદેસર લાકડાના ભંગાર નો ધંધો કરી રહેલા ઈસમોએ દબાણ કરતા તેઓની વિરુદ્ધ આનંદપુરાના ગ્રામજનોએ મોટી સંખ્યામાં એકઠા થઈ ગૌચર જમીન પર દબાણ કરી લાકડાના ગોડાઉન સંચાલકો વિરુદ્ધ માં સૂત્રોચ્ચાર કરી દબાણ દૂર કરવા બાસ્કા પંચાયત ને લેખિત રજુઆત કરી હતી.

હાલોલ તાલુકાના બાસ્કા ગ્રામ પંચાયતમાં આવતા આનંદપુરા ગામ ની કેટલીક ગૌચરની જમીનમાં લાકડાના ભંગારના ગોડાઉન માલિકોએ કબ્જો કરી દબાણ કરતા આનંદપુરા ના ગ્રામજનોએ આ જગ્યા ખાલી કરવા મોટી સંખ્યામાં એકત્રિત થઈ આ ભંગારના ગોડાઉનના માલિકો મોટા માથાભારે હોવાથી ગેરકાયદેસર રીતે ખેતીલાયક જમીન પર લાકડાના ભંગારનો ધંધો કરી રહેલા ઇસમો વિરૂધ્ધ આનંદપુરા ગ્રામ પંચાયત યુવાનોએ હોબાળો મચાવી સૂત્રોચ્ચાર કરી જણાવવામાં આવ્યું હતું કે ગામ પંચાયત જે જમીન ધંધા ની પરવાનગી આપેલી છે કે કેમ એન.એ. થયેલી છે કે નહીં વીજ કનેક્શન કયા આધારે મળેલું છે સરપંચે કયા આધારે વીજ કનેક્શનની પરમિશન આપી છે એવા પ્રશ્નો ઉઠાવી આનંદપુરા ગૌચર જમીન ની આજુબાજુ રહેલી જમીન માલિક દ્વારા પોતાની જમીનને પચાવી પાડવાના પેતરા કરી રહ્યા હોઇ તેવુ ગ્રામજનો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

આ ગૌચરની જમીન પર જેસીબી દ્વારા સાફ-સફાઈ કરી કબજો જમાવી બેઠેલા માલિક તેમજ ગ્રામપંચાયત ને પૂછતા આ જમીન કોના નામે છે તેવું પૂછતા આ જમીન મા ધંધા ની પરવાનગી આપી છે કે નહીં તથા ખેતીલાયક જમીન ને બિનખેતી લાયક છે કે નહીં જમીન એન.એ. કર્યા વગર લાઈટ બિલ પરમિશન કોના દ્વારા આપવામાં આવી જેમાં ગ્રામજનો દ્વારા સરપંચ તેમજ ચાર્જમાં આવેલા તલાટી પાસે ખુલાસો માંગવામાં આવ્યો હતો ગ્રામજનો દ્વારા બાસ્કા સેજાના તલાટીબેન ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગૌચર જમીન પર કબજો જમાવી બેઠેલા લાકડાના ભંગાર ધંધો કરી રહેલા હોય લાકડાનો મોટો જથ્થો હોય ગમે તયારે આગ જેવી ઘટના બને તો મોટી દુર્ઘટના સર્જાવાની વકી નકારી શકાય તેમ નથી માટે દબાણ કરતા ઇસમો વિરૂધ્ધ યોગ્ય કાર્યવાહી થાય તેવી ગ્રામજનોએ માંગણી કરી હતી જો આ ગૌચરની ની જગ્યા ખાલી નહીં થાય તો અમે આગળ ઉગ્ર રજૂઆત કરીશું.

મોડી સાંજે દબાણ દૂર થઈ ગયું
બાસ્કા પંચાયતમાં આવેલ આનંદપુરામાં ગોચરની જમીનમાં ગેરકાયદેસર લાકડાના ગોડાઉન બન્યા હોવાના આક્ષેપ સાથે દબાણ દૂર કરવા ગ્રામજનો એ બપોરે એક વાગે લેખિત આપતા અમે સ્થળપર જઈ તપાસ કરી દબાણ કરતાને બપોરે નોટિસ આપતા મોડી સાંજે દબાણ દૂર થઈ ગયું હતુ. - મનીષાબેન ચૌહાણ, તલાટી, બાસ્કા પંચાયત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો