તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિમાન્ડ મંજૂર:શિવરાજપુરના રીસોર્ટ કાંડમાં સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હર્ષદ પટેલ સામે પ્રોહિ.નો ગુનો હતો

શિવરાજપુર ખાતે જીમીરા રિસોર્ટમાં એલસીબી અને પાવાગઢ પોલીસે કરેલી રેડમાં રૂમ ભાડે રાખનારના રૂમમાં તપાસ કરતા માતરના ધારાસભ્ય સહિત 26 આરોપીઓ સામે જુગરધારા હેઠળ અટકાયત કરી હતી. તેમજ રૂમ ભાડે રાખનાર હર્ષદ પટેલ રહે અમદાવાદની તપાસ કરતા પોલીસને વ્હીસ્કીની 9 બોટલો મળતા હર્ષદભાઈ સામે પ્રોહી.નો ગુનો દાખલ કર્યો હતો. જયારે જુગાર ધામમાં ઝડપાયેલા માતરના ધારાસભ્ય સહિત 25ને જામીન મુક્ત કરાયા હતા. પાવાગઢ પોલીસે હર્ષદ પટેલને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ અર્થે ત્રણ દિવસના રીમાંડ ની માગણી કરતા કોર્ટે સોમવાર સુધીના રીમાંડ મજૂર થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...