વિવાદ:હાલોલમાં રેશનિંગ દુકાનદારે તપાસમાં આવેલા પુરવઠા અધિકારી સામે દારૂ ગટગટાવતાં ફરિયાદ

હાલોલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલ સ્ટેશન રોડ પર આવેલ સસ્તાં અનાજના દુકાનદાર નશાની હાલતમાં ગ્રાહકોની પુરવઠો નહીં આપી જાહેરમાં દારૂ પીતા પુરવઠા તંત્રએ રેશનકાર્ડનો જથ્થો ઝડપી પાડી પોલીસ ફરિયાદ કરી છે. - Divya Bhaskar
હાલોલ સ્ટેશન રોડ પર આવેલ સસ્તાં અનાજના દુકાનદાર નશાની હાલતમાં ગ્રાહકોની પુરવઠો નહીં આપી જાહેરમાં દારૂ પીતા પુરવઠા તંત્રએ રેશનકાર્ડનો જથ્થો ઝડપી પાડી પોલીસ ફરિયાદ કરી છે.
  • અનાજનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન અાપતાં હોબાળો મચાવ્યો હતો
  • દુકાનદાર દારૂના નશામાં મહિલા સાથે અસભ્ય વર્તન કરતો હોવાનો અાક્ષેપ

હાલોલના સ્ટેશન રોડ પાસે આવેલ મારવાડી વાસમાં પંડિત દિન દયાલ ગ્રાહક ભંડાર વ્યાજબી ભાવની સરકારી દુકાન ચલાવતા દુકાનના સંચાલક રમણભાઈ રણછોડભાઈ પરમાર દ્વારા પોતાની દુકાનેથી સસ્તા અનાજનો પૂરતા પ્રમાણમાં જથ્થો લાભાર્થીઓને ના અપાતો હોવાની અને દુકાનનો સંચાલક રમણભાઈ રોજેરોજ દારૂના નશામાં દુકાન પર બેસતો હોય અનાજ લેવા આવતી મહિલાઓ સાથે અસભ્ય વર્તન કરી તેમજ ઓછું અનાજ આપી અને અવાર નવાર અનાજ માટે ધક્કા ખવડાવતો હોવાથી ગ્રાહકો એ હોબાળો કર્યો હતો.

હાલોલ નાયબ પુરવઠા મામલતદાર ને બોલાવી ફરિયાદ કરતા દુકાનદાર પુરવઠા અધિકારીની હાજરીમાં દુકાનમાં જ દારૂની બોટલ ગટગટાવી અસભ્ય વર્તન કરતા પુરવઠા અધિકારી જાદવએ દુકાનના સંચાલક રમણભાઈ પરમાર વિરુદ્ધ હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે પ્રોહી.નો ગુન્હો નોંધી આરોપીનો મેડિકલ ટેસ્ટ કરાવાની તજવીજ હાથ ધરી છે ઘટનામાં પુરવઠા વિભાગ દ્વારા ભીનું સંકેલવાની પેરવી વચ્ચે સરકાર તરફે પોલીસ ફરિયાદી બનાવી તૈયારી જોઈ પુરવઠા અધિકારી જાદવ પોતે ફરિયાદી બન્યા હતા.

મામલતદાર પણ આશ્ચર્ય અને અચરજમાં મુકાયા હતા. જેમાં દુકાન બંધ કરી અનાજ લેવા આવેલી મહિલાઓને બહાર બેસાડી રાહ જોવડાવતા આવતા દુકાનના સંચાલક પાસે દુકાન ખોલાવી દુકાનમાં જઈ જોતા દુકાનની અંદર સરકારી અનાજનો પૂરતા પ્રમાણમાં પુરવઠો ન હોવાનું જોવા મળ્યું હતું. જેમાં મોટાભાગના રેશન કાર્ડ ધારકોના રેશનકાર્ડ દુકાનના સંચાલક પાસેથી મળી આવ્યા હતા. જ્યારે દુકાનની અંદરથી એક દારૂની બોટલ પણ મળી આવી હતી.

નાયબ પુરવઠા મામલતદાર જાતે આવી પહોંચતા ત્યાં હાજર મહિલાઓ સહિત અન્ય મહિલાઓ પણ રજૂઆત કરવા માટે દોડી આવી હતી. જેમાં તમામ મહિલાઓએ આક્રોશ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. જેમાં દુકાનનો સંચાલક રમનભાઈ મોટાભાગના અનાજના લાભાર્થીઓને પૂરતા પ્રમાણમાં અનાજ આપતો નથી અને અનાજ માટે વારંવાર ધક્કા ખવડાવે છે. તેમજ અનાજ લેવા આવતી મહિલાઓ સાથે દારૂના નશામાં અસભ્ય ભાષામાં વાતચીત પણ કરી તેઓને અપમાનિત કરતો હોવાનું મહિલાઓએ જણાવ્યું હતું.

દુકાનનો સંચાલક દારૂના નશામાં અનાજ લેવા આવતા લાભાર્થીઓ સાથે ઉગ્ર સ્વરૂપે વાતચીત કરી જેમ તેમ લવારી કરતો હોય છે. જ્યારે અનાજ લેવા આવે ત્યારે પોતાના રેશનકાર્ડ તે જપ્ત કરી લઈ પરત આપતો નથી. જે રજૂઆતના પગલે નાયબ પુરવઠા મામલતદારે દુકાન સંચાલક પાસે લાભાર્થી કાર્ડ ગ્રાહકોના રેશનકાર્ડ માંગતા તેની પાસે રાખેલ અને દુકાનમાં અલગ અલગ જગ્યાએ છુપાવી રાખેલ મોટી સંખ્યામાં ચીંથરેહાલ થઈ ગયેલ રેશનકાર્ડનો જથ્થો મળી આવતા ના. પુરવઠા મામલતદાર પણ તેની પર રોષે ભરાયા હતા. મહિલાઓને રજૂઆતને પગલે તેઓની પાસેથી લેખિત જવાબો લઈ દુકાનદાર સામે કાયદાકીય પગલાં લેવા તજવીજ હાથ તેની સામે પગલાં ભરી ટૂંક સમયમાં જ તેનું લાયસન્સ કેન્સલ કરવાની કામગીરી કરાશે. તેવું નાયબ પુરવઠા મામલતદારે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...