તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:હાલોલમાં વ્યાજખોર સામે કાર્યવાહી કરવા રેન્જ આઇજીને રજૂઆત કરાઇ

હાલોલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વ્યાજખોરે જાનથી મારવાની ધમકી આપતા ફરિયાદ કરી હતી

હાલોલમાં 3 દિવસ પહેલા વડોદરા રોડ પર બાઈક લઈ સામાન લેવા નીકળેલ મિકેનિક ઝફર મેતરની બાઈક ખોખર ફળિયાના વહાબ પઠાણે રોકી મારા વ્યાજે આપેલ રૂપિયા કેમ નથી આપતો કહી થપ્પડ મારી બાઈક છીનવી જાનથી મારવાની ધમકી આપી ભાગી છુટતા ઝફર મેતરે વહાબ અને સાથે આવેલ ઈસમ વિરુદ્ધ હાલોલ પોલીસ મથકે લેખિત ફરિયાદ આપતા પોલિસે ઘટનાને હળવાશથી લઇ ગુન્હો ન દાખલ કરતા ઝફરે ન્યાય મેળવવા વહાબ પઠાણ અને તેના સાગરીત સામે ગુન્હો નોંધી તટસ્થ કાર્યવાહી કરવા રેન્જ આઇજી કલેક્ટર પોલીસ વડા સહિત ડીવાયએસપીને લેખિત અરજી કરી છે.

ઝફર મેતરે વહાબ પાસેથી 7 મહિના અગાવ 1.20 લાખ વ્યાજે લીધા હતા. જેનું દર અઠવાડિયે વહાબ 15 હજાર વ્યાજ વસુલતો હતો. 7 મહિના દરમિયાંન ઝફરે વ્યાજ ચુકવવા અન્ય લોકો પાસેથી ઉધાર રૂપિયા સહિત ઘરનો સરસામાન,મોબાઇલ ટીવી વેચી 3.60 લાખ ચૂકવી દીધા હતા. તેમ છતાં ત્રણ દિવસ પર વહાબે ઝફર પાસેની બુલેટ બાઈક જબરજસ્તી છિન્નવી લઈ જાન થી મારી નાખવાની ધમકી આપતા ઝફરે વહાબ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી કાર્યવાહી કરવા લેખિત ફરિયાદ આપી હતી.

બીજી તરફ પોલિસે વહાબ પાસેથી ઝફરની બુલેટ બાઈક કબજે કરી પોલિસ મથકે લવાઈ હતી. ઘટના ને ત્રણ દિવસ બાદ પણ પોલિસે ગુન્હો દાખલ નહીં કરતાના આક્ષેપો સાથે ઝફર મેતરે વહાબ સામે ગુન્હો નોંધી તટસ્થ કાર્યવાહી કરી વ્યાજખૌરો સામે દાખલો બેસે તેવી કાર્યવાહી કરવા રેન્જ આઇજી કલેક્ટર એસપી સહિત હાલોલ ડીવાયએસપીને લેખિત ફરિયાદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...