કામગીરી:બે પોઝિટિવ કેસો નોંધાતા કોરોનાના ટેસ્ટ કરાવા કતારો

હાલોલ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલોલ સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનનો પ્લાન્ટ કાર્યરત

હાલોલ રેફરલ ખાતે તૈયાર કરાયેલા કોરોના વોર્ડને ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના હસ્તે હાલોલ પ્રાંત આલોક ગૌતમ.ડો મયુરીબેન શાહ.ડો પીસાગર. ડો ઉદય પ્રકાશની ઉપસ્થતિમા ખુલ્લો મુક્યો હતો કોરોના વોર્ડમા ઓક્સિજન સહીતના 45 બેડની સુવિધા કરાઈ છે વોર્ડમા પ્રાથમિક સારવાર અને વધુ સારવાર માટે તાજપુરા કોવીડ હોસ્પીટલ સહીત ગોધરા રીફર કરાશે હાલ હાલોલમા કોરોનાના બે પોઝિટિવ કેસો નોંધાયા બાદ આજે વહેલી સવારથી સેન્ટર પર મોટી કતારો લાગી હતી.

હોસ્પિટલમાંજ PAS પ્લાન્ટ કાર્યરત થશે
હાલોલ પંથકમા કોવીડની આગોતરી કામગીરીને ધ્યાનમા રાખી હોસ્પીટલ માંજ (PAS) પ્લાન્ટ એટલે વાતાવરણમાથી જ ઓકઝીજન પેદા થઈ સીધું 50 જેટલાં દર્દીઓના બેડ સુધી પોહચી જશે તેની કામગીરી પ્લાન્ટના એન્જીનીયર ટેક્નિસીયન દ્વારા શરૂ કરી દેવાઈ છે જે ટૂંક સમયમા કાર્યરત થઈ જશે.-ડો. પીસાગર , હોસ્પિટલ સુપ્રિ,. હાલોલ

RTPCR ટેસ્ટનું યુનિટ શરૂ થશે
હાલોલ સરકારી હોસ્પિટલ ખાતે RTPCR કોવીડ ટેસ્ટનું યુનિટ બે દિવસમા કાર્યરત થઈ જશે યુનિટ હેડ તરીકે ગોધરા સિવિલના ડો નીલા કટારાને માઈક્રોબાયોલોજીસ્ટ તરીકે ડેપ્યુટેશન પર મુકાયા છે. RTPCR યુનિટમા 3 મશીન ઇન્સ્ટોલ કરવાની કામગીરી શરૂ કરાઈ છે. અગાવ સવારથી સાંજ સુધી લેવાયેલા RTPCR ટેસ્ટના સેમ્પલ હાલોલ. તાજપુરાથી રોજ સાંજે અમદાવાદ ખાતે મોકલાતા હતા. અને તેના રિપોર્ટમા બે થી ત્રણ દિવસ જેટલો સમય લાગતો હતો. હવે હાલોલ ખાતે સેન્ટર શરૂ થતા રોજના 500 ટેસ્ટ કરાશે અને એકજ દિવસમા રિપોર્ટ મળવાની પ્રકિયાને વેગ મળશે​​​​​​​

અન્ય સમાચારો પણ છે...