આવેદન:જૂની પેન્શન યોજના શરૂ કરવા હાલોલના કંજરી ગામમાં શિક્ષકો દ્વારા વિરોધ પ્રદર્શન

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંધારણ દિવસની ઉજવણીએ શિક્ષકોનું પડતર માગો મુદ્દે આવેદનપત્ર

ગુજરાત રાજ્યના કર્મચારીઓનો બનેલો ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી 14મી એપ્રિલ ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે બંધારણ પેન્શન અધિકાર દિવસની ઉજવણી અંતર્ગત પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગુજરાતના શિક્ષકોની જૂની પેન્શન યોજના ચાલુ કરવા સહિતની માંગણીઓને લઈને હાલોલ તાલુકાના કંજરી ગામે પ્રાથમિક શાળા ખાતે મોટી સંખ્યામાં શિક્ષકોએ વિરોધ પ્રદર્શન યોજી હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના નિવાસ્થાને પહોંચી પડતર માંગણીઓ સંદર્ભે એક આવેદનપત્ર પાઠવ્યું હતું.

જેમાં શિક્ષકોએ પડતર પ્રશ્નો ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચાડવા માટે પોતાની લાગણીઓ આવેદનપત્રમાં વ્યક્ત કરી પોતાની પડતર માંગણીઓમાં જૂની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવી, ફિક્સ પગારનો કેસ સુપ્રીમ કોર્ટમાંથી પરત ખેંચી ફિક્સ પગારની પ્રથા કરાર આધારિત ભરતી મૂળ અસરથી બંધ કરવી, ગુજરાત સરકારે સૈદ્ધાંતિક રીતે સ્વીકારેલ કેન્દ્રીય પગાર પંચની ભલામણો અનુસાર સાતમા પગાર પંચના તમામ બાકી ભથ્થા તુરંત આપવા, મૂળ નિમણુક તારીખથી તમામ હેતુ માટે નોકરી સળંગ ગણવી, અને તમામ કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ ૧૦,૨૦ અને ૩૦ વર્ષે આપવું સહિતની માગણીઓ ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...