તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:જાંબુઘોડાના નવીન જિનાલયનાે પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

હાલોલ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
જાંબુઘોડામાં જિનાલયના મંગલમય પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં પાર્શ્વનાથ ભગવાનનો નગરપ્રવેશ કરાવી ઉજવણી કરી - Divya Bhaskar
જાંબુઘોડામાં જિનાલયના મંગલમય પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં પાર્શ્વનાથ ભગવાનનો નગરપ્રવેશ કરાવી ઉજવણી કરી
 • પરિકર, મંગલમૂર્તિ ધ્વજાદંડની પ્રતિષ્ઠા અને ધ્વજારોહણ જેવા કાર્યક્રમો ઉજવાશે

જાંબુઘોડામાં નિર્માણ પામેલ જૈન ધર્મના 23માં તીર્થંકર પાર્શ્વનાથ ભગવાનના નવીન જિનાલયનાની મંગલમય પ્રતિષ્ઠા અને મુમુક્ષુની દીક્ષા પ્રવજયા પ્રસંગનો પંચાહ્નિકા પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી વિવિધ જૈન ધર્માંચાર્યો અને સાધ્વી ભગવંતોના આશીર્વચનથી ઉજવાઈ રહ્યો છે.જાંબુઘોડા નગરની મધ્યે મુંબઇ ઘાટકોપર સ્થિત જીર્ણોદ્ધાર સમિતિ દ્વારા બનાવવામાં આવેલ ભગવાન પાર્શ્વનાથના શિલ્પકળા યુક્ત શ્વેત સંગેમરમરના ભવ્ય જિનમંદિરની મંગલમય પ્રતિષ્ઠા અને મુમુક્ષુ દિશા કુમારીની દીક્ષા પ્રવજયા પ્રસંગના મહોત્સવની ભવ્ય ઉજવણી જાંબુઘોડા શ્વેતાંબર જૈન મૂર્તિપૂજક સંઘ દ્વારા યુગપ્રધાન શ્રીમદ્દ વિજયાનંદ સુરીશ્વરજી મ.સા, જૈન આચાર્ય શ્રીમદ્દ વિજયવલ્લભ સુરીશ્વરજી મ.સા, આચાર્ય વિજયસમુદ્ર સુરીશ્વરજી મ.સા, આચાર્ય શ્રીમદ્દ વિજય ઇન્દ્રદ્દીન સુરુશ્વરજી મ.સા,

આચાર્ય વિજયરત્નાકર સુરીશ્વરજી મ.સા, ની દિવ્યકૃપા તથા કાર્યદક્ષ આચાર્ય જગતચંદ્ર સુરીશ્વરજી મ.સા, ની દિવ્ય દ્રષ્ટિમાં જ્યોતિષાચાર્ય વિજયવિદ્યુતરત્ન સુરીશ્વરજી મ.સાની પાવન નિશ્રામાં સાધુ ભગવંતો અને સાધ્વી ભગવંતોની ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલ પંચાહ્નિકા મહોત્સવમાં શનિવારે શ્રી પાર્શ્વનાથ ભગવાનનો નગર પ્રવેશ કરાવી પ્રભુજીના પંચકલ્યાણકોની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ ભગવંતોનો નગર પ્રવેશ અને મુમુક્ષુ દિક્ષાર્થીનો વર્ષીદાન વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જાંબુઘોડા અને એની આસપાસના ઇન્દ્રપ્રદેશ તરીકે ઓળખાતા વિસ્તારમાં અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ અને વ્યસનમુક્તિ જેવા સામાજિક સુધારાઓ માટે વલ્લભ સમુદાયના જૈનચાર્યોના અથાક પ્રયાસો ભુલાય એમ નથી.

ત્યારે આજે ઇન્દ્રપ્રદેશના જાંબુઘોડા ખાતે નિર્માણ પામેલા જૈનના 23માં તીર્થંકર ભગવાન પાર્શ્વનાથના નવીન જિનાલયનો પ્રતિષ્ઠા મહોત્સવમાં જૈન આચાર્યોના આશીર્વચનોનો લાભ અનેક લોકોએ લીધો હતો. રવિવારે સિદ્ધચક્ર મહાપુજન અને દિક્ષાર્થી મુમુક્ષુ દિશા વિજયભાઈનો દીક્ષા પ્રવજયા પ્રસંગ ઉજવાયો હતો. આજે ભગવાન પાર્શ્વનાથનો નવીન જિનાલયના ગર્ભગૃહે શુભ પ્રવેશ કરાવવામાં આવશે. અને ત્યારબાદ પરિકર, મંગલમૂર્તિ ધ્વજાદંડની પ્રતિષ્ઠા, અને પ્રથમ ધ્વજારોહણ જેવા કાર્યક્રમો ઉજવવામાં આવનાર હોવાનું જાંબુઘોડા જૈન સંઘે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો