પર્વ ઉજવાશે:હાલોલમાં ઇદે મિલાદની તડામાર તૈયારીઓ: રોશનીનો ઝગમગાટ

હાલોલ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 19 ઓકટોબર મંગળવારના રોજ ઇદેમિલાદ પર્વ ઉજવાશે

હાલોલ નગરમાં ઇદે મિલાદ પર્વની ઉજવણીની હાલોલ મુસ્લિમ સમાજ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં 19 ઓકટોબર મંગળવારના રોજ ઇદેમિલાદ પર્વની ઉજવણી હર્ષલ્લાસપૂર્વક કરવામાં આવશે.

જેને લઈને નગરના લીમડી ફળિયા, એમિરે મિલ્લત ચોક, રઝા યંગ સર્કલ, કસ્બા હુશેની ચોક, રહીમ કોલોની, કરીમ કોલોની, 101 કોલોની, ખોખર ફળિયા, કોથી ફળિયા, પાવાગઢ રોડ, સાબરી યંગ સર્કલ, મોઘાવાડા, કુંભારવાળા, મહંમદ સ્ટ્રીટ, ગોડાપિરની દરગાહ, અજીમ પાર્ક તેમજ બાદશાહ બાબાની દરગાહ ખાતે ઇદે મિલાદના પર્વની ઉજવણીને લઈ રોશનીથી ઝગમગાટ જોવા મળી રહ્યો છે. જ્યારે ગતવર્ષે કોરોનાને કારણે ઉજવણી કરી શકાય ન હતી.

જેને લઇ આ વર્ષે સરકારની ગાઈડલાઈન મુજબ ઉજવણી કરવામાં આવશે. જ્યારે નગરની વિવિધ મસ્જિદો અને દરગાહ ખાતે પણ રોશની કરવામાં આવી છે. જેને લઇ નગરના મુસ્લિમોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...