તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્યાવરણ પ્રેમીઓમાં રોષ:હાલોલમાં વિશ્વ પર્યાવરણ દિવસે જ વૃક્ષો કાપેલા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ

હાલોલ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાલોલમાં શનિવારે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ ઠેર ઠેર વૃક્ષા રોપણના કાર્યકમો યોજાઈ રહ્યા હતા. ત્યારે બીજી તરફ હાલોલ પાલિકાની નગર નંદનવન યોજના હેઠળ વર્ષો પહેલા શહેરમાં રોપયેલા તોતિંગ વૃક્ષઓ નિકંદન હાલતમાં પડેલા હોવાનો ફોટા વિડીઓ સોસીયલ મીડિયામાં વાયરલ થયો છે.

તાજેતરમાં જ તાઉતે વાવાઝોડાને લઈ રાજ્યભરમાં લાખો વૃક્ષો જમીન દોસ્ત થઈ જતા પર્યાવરણ પર તેની ભારે અસર થઈ શકે તેમ છે. ત્યારે સરકાર દ્વારા વૃક્ષોની ખોટ પુરી થાય અને પર્યાવરણ જળવાઈ રહે માટે વધુમાં વધુ વૃક્ષો રોપાય તે માટેના આહવાન વચ્ચે વિશ્વ પર્યાવર્ણના દિવસેજ હાલોલ પાલિકાના નગર નંદનવન યોજના હેઠળ વર્ષો પહેલા રોપયેલા વ્રુક્ષના પિંજરા અને યોજનાના લાગેલા બોર્ડ સહિતના તોતિંગ વૃક્ષઓ નિકંદન કરાયેલી હાલતમાં રોડ પર જમીનદોસ્ત થયેલી હાલતમાં પડેલા હોવાના વિડિઓ, ફોટા સોસીયલ મીડિયામાં ફરતા થતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોસ જોવા મળ્યો હતો. નિકંદન થયેલા વૃક્ષોઓ હાલોલ કંજરી રોડ પરના હોવાનું બહાર આવ્યું છે. વૃક્ષઓ કયારે અને કોણે કાપ્યા અને ક્યાં હેતુથી કપાયેલાં છે તે હવે તપાસ દરમીયાન જ બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...