કાર્યવાહી:પાવાગઢ પોલીસે મકાનમાંથી દારૂ સાથે પતિ-પત્નીને ઝડપ્યા

હાલોલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પતિ પત્ની સામે પ્રોહિબિશન ગુનો નોંધી કાર્યવાહી કરી

પાવાગઢ પોલીસે મંગળવારની રાત્રે નવા ઢીકવા ગામે એક રહેણાંક મકાનમાં છાપો મારી ભારતીય બનાવટની વિદેશી શરાબની બોટલો નંગ 50 અને બિયરના ટીન નંગ 47 મળી કુલ 97 નંગ બોટલો કિં 26,905/- નો જથ્થો ઝડપી પાડી પતિ પત્ની સામે પ્રોહીબિશન ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાવાગઢ પોલીસ મંગળવારે રાત્રીના સુમારે પેટ્રોલિંગમાં હતી.

ત્યારે ખાનગી રાહે ચોક્કસ બાતમી મળતા પોલીસે પાવાગઢ નજીક આવેલા નવા ઠીકવા ગામે રહેતા રમેશ સબુરભાઈ રાઠવાના રહેણાંક મકાનમાં છાપો મારી મકાનમાં તપાસ કરતા છેલ્લા રૂમમાં આવેલ એક લાકડાના કબાટ ખોલીને જોતા તેની અંદર પાટિયા મૂકી એક ભોંયરૂ બનાવેલ હતું જેમાં પોલીસે પાટિયા હટાવતા તેમાંથી પીલીસને ભારતીય બનાવટનો વિદેશી શરાબ નો જથ્થો મળી આવ્યો હતો જેમાં વિદેશી શરાબની 50 નંગ પાલસ્ટિકની બોટલ તેમજ બિયરના ટીન નંગ 47 મળી કુલ 97 નંગ બોટલ જેની કિંમત 26,405/- તથા એક મોબાઈલ કિંમત 500/ રૂપિયા મળી કુલ 27405/- નો જથ્થો ઝડપી પાડયો હતો જયારે રમેશભાઈ ઘરે મળ્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...