નિર્ણય:પાવાગઢ મહાકાળી માનું મંદિર આજથી ભક્તજનો માટે ખુલ્લું

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મંદિરમાં આ કામગીરી લઈને બંધ કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
મંદિરમાં આ કામગીરી લઈને બંધ કરવામાં આવ્યું હતું.
  • 13 થી 17 ડિસે. સુધી કામગીરીને લઇને બંધ કરાયું હતું

પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શને વાર તહેવારે લાખોની સંખ્યામાં તેમજ રોજેરોજ મોટી સંખ્યામાં માઇભકતો મહાકાળી માતાજીના દર્શને આવી માતાજીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે . મહાકાળી માતાજીના મંદિરને આધુનિક અને વિશાળ મંદિર બનાવવા માટેના નવ નિર્માણની કામગીરી પૂરજોશમાં છેલ્લા કેટલાય સમયથી મંદિર પરિસરમાં ચાલી રહી છે. જે અંતર્ગત ગત દિવસોમાં મંદિરના અગત્યના ભાગનું બાંધકામ કરવાનું હોઈ માતાજીના દર્શનાર્થીઓ માટે મંદિરના નિજ દ્વાર તા. 13થી 17 સુધી બંધ રાખવાનો નિર્ણય કાલિકા ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા લેવાયો હતો.

જેમાં મંદિર બંધનો સમય પૂર્ણ થતા 18ના રોજથી રાબેતા મુજબ મંદિરના નિજ દ્વાર દર્શનાર્થે ખોલવાનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવાયો હતો. યાત્રાધામ પાવાગઢ ખાતે શનિવારથી યાત્રિકોનો પ્રવાહ પુનઃ ચાલુ થવા પામશે જેને લઇ ડુંગર થી લઇ માંચી અને તળેટી ખાતે વેપાર કરતાં વેપારીઓમાં પણ આનંદની લાગણી છવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...