દુર્ઘટના:હાલોલમાં જર્જરિત મકાનનો ભાગ ધડાકભેર ધરાશાયી થયો

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હાલોલમાં જર્જરિત મકાનનો ભાગ  પડી ગયો. - Divya Bhaskar
હાલોલમાં જર્જરિત મકાનનો ભાગ પડી ગયો.
  • સદ્દનસીબે મકાનમાં કોઈ રહેતું ન હોવાથી કોઇ જાનહાનિ થવા પામી ન હતી

હાલોલ નગરમાં છેલ્લા કેટલાય દિવસથી સતત વરસી રહેલા અનરાધાર વરસાદને પગલે નગરના મહીષા ફળિયા ખાતે આવેલ વર્ષો પુરાણા જર્જરિત મકાનનો આગળનો આખો ભાગ ધડાકા સાથે ધરાશાયી થતા વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. જેમાં હાલોલ નગરના મહીષા ફળિયા ખાતે કીર્તિકુમાર બંસીલાલ સોનીનું વર્ષો જૂનું જર્જરિત થયેલ બંધ હાલતમાં મકાન આવેલ છે. જેમાં પંથકમાં છેલ્લા કેટલાય દિવસોથી ક્યારેક ધીમી ધારે તો ક્યારેક અનરાધાર સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે. જેને લઇ વર્ષો પુરાણા જર્જરિત મકાનની દિવાલો માં વરસાદનું પાણી ભરાતા આ જર્જરીત મકાનની દીવાલો ધોવાઈને કમજોર થઈ જવા પામી હતી

પામી હતી જેને લઇ બુધવારના રોજ એકાએક જર્જરિત મકાનનો આગળનો આખો ભાગ ધરાશયી થઈ ધડાકાભેર જમીનદોસ્ત થતા ધડામનો અવાજ સાંભળી આસપાસથી લોકો ઘટના સ્થળે ઉમટયા હતા જ્યારે મકાન માલિકને પણ બનાવ અંગેની જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા જો કે જોકે જર્જરિત થયેલ મકાનમાં કોઈ રહેતું ન હોવાને કારણે સદ્દ નસીબે કોઇ જાનહાની થવા પામી ન હતી બનાવ અંગેની જાણ થતાં હાલોલ નગરપાલિકાની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને નગરપાલિકાની ટીમ ના કર્મચારીઓએ જર્જરિત મકાન ધરાશાયી થઇ જમીનદોસ્ત થઈ જવાના વિગતો મેળવી નુકસાન અંગે નું સર્વે હાથ ધર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...