તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાલીઓની રજૂઆતની અવગણના:હાલોલમાં ઓનલાઇન શિક્ષણ બંધ કરવાથી વાલીઓ ચિંતિત

હાલોલ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
કંજરી રોડ ઉપર આવેલી સરસ્વતી વિદ્યામંદિર શાળાની તસવીર - Divya Bhaskar
કંજરી રોડ ઉપર આવેલી સરસ્વતી વિદ્યામંદિર શાળાની તસવીર
  • શાળાએ મોકલવા વાલીઓ ઉપર કરાતું દબાણ

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે 2જી સપ્ટેમ્બર 2021થી રાજ્યભરની સરકારી અને ખાનગી શાળાઓમાં ધો. 6થી 8ના વર્ગો ઓફલાઇન શરૂ કરવાની મંજૂરી આપી છે. આવા વર્ગો શરૂ કરનાર શાળાઓએ અત્યાર સુધી ચાલી રહેલું ઓનલાઇન શૈક્ષણિક કાર્ય ફરજિયાત ચાલુ રાખવા માટે પણ સૂચન કર્યું છે. તેમ છતાં હાલોલમાં કંજરી રોડ ઉપર આવેલી સરસ્વતી વિદ્યામંદિર શાળાના સંચાલકોએ શાળાનું ઓનલાઇન શૈક્ષણિક કાર્ય બંધ કરી દેતા સેંકડો વિદ્યાર્થીઓ કે જેઓ ઓફલાઇન શિક્ષણ સાથે જોડાયા નથી તેઓનું શૈક્ષણિક કાર્ય ખોરંભાયુ છે. જે અંગે વાલીઓ દ્વારા રજૂઆત કરતા સંચાલકો બાળકોને શાળાએ મોકલવા વાલીઓ ઉપર દબાણ કરી રહ્યા છે.

કોરોનાની ત્રીજી લહેર આવી શકે એમ છે, અને તેના અણસારો જોવા પણ મળી રહ્યા છે. ત્યારે હજી કેટલાક વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલાવા માગતા નથી. અને આવા ઓફલાઇન શિક્ષણ સાથે ન જોડાયેલા વિદ્યાર્થીઓને ફરજીયાત ઓનલાઇન શિક્ષણ આપવાનું હોવા છતાં શાળા સંચાલકો પોતાની મનમાની ચલાવી રહ્યા છે. જ્યારથી ઓફલાઇન વર્ગો શરૂ થયા છે ત્યાર થી ઓનલાઇન વર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે, વધુમાં આ શાળામાં આજથી વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ રહી છે.

કંજરી રોડ ઉપર આવેલી સરસ્વતી વિદ્યામંદિર શાળાની તસવીર }મકસુદ મલીકત્યારે આજે પહેલા દિવસે ઓફલાઇન શિક્ષણ સાથે ન જોડાયેલા વિદ્યાર્થીઓને ઓનલાઇન પરિક્ષા માટે પ્રશ્નપત્ર ન મળતા વિદ્યાર્થીઓ યુનિટ ટેસ્ટની પરીક્ષા પણ આપી શક્યા ન હતા. ત્યારે શાળા સંચાલકો સરકારના પરિપત્રની અવગણના કીર પોતાની મનમાની ચલાવતા કેટલાય વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ખોરંભાયુ છે. વધુમાં આ અંગે પંચમહાલ જિલ્લા શિક્ષણ અધિકારી સાથે વાત કરતા તેઓ એ શાળાઓને ઓનલાઇન શૈક્ષણિક કાર્ય ચાલુ જ રાખવાનું છે. એવું જણાવ્યું છે અને આ શાળાને પણ સૂચના આપી ઓનલાઇન વર્ગો શરૂ કરાવીએ છીએ એવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...