તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:પંચમહાલ LCBએ એર વાલ્વની ચોરી કરતી ટોળકીના 4ને ઝડપ્યા

હાલોલ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
એલસીબીએ મુદ્દામાલ સાથે એર વાલ્વની ચોરી કરતી ટોળકીના 4ને ઝડપી પાડ્યા હતાં. - Divya Bhaskar
એલસીબીએ મુદ્દામાલ સાથે એર વાલ્વની ચોરી કરતી ટોળકીના 4ને ઝડપી પાડ્યા હતાં.
  • કુલ રૂા. 90 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

પંચમહાલ જિલ્લા એલસીબી શાખાના પીઆઇ ડી.એન.ચુડાસમાને બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે સરકારની નર્મદા પ્રોજેક્ટ યોજનામાં હાલોલ તાલુકાના રામેશરાથી લઇ વડાતળાવ લેક સુધી પાઇપલાઇન નાંખવામાં આવેલ એર વાલની ચોરી થયેલ છે. જેને મારુતિમાં હુસેન હયાત રહે.ગેની પ્લોટ ગોધરા તેમજ બીજા ઈસમોએ ચોરીના એર વાલ વેચવા માટે નીકળેલ છે. એલસીબી પોલીસ ટીમે હાલોલ તાલુકાના રામેશરા થી હાલોલ તરફ આવતા ધનસર ગામે વોચ ગોઠવી નાકાબંધી કરી હતી.

જેમાં બાતમી વાળી મારુતિ વાન આવતા તેને ઝડપી પાડી ગાડીમાંથી પોલીસને ચોરીની બે નંગ એર વાલ મળેલ તેમજ ગાડીમાંથી ચાર ઈસમો હુસે, અર્જુનસિંહ પરમાર રહે.રામેશરા,સુરેશ ચૌહાણ રહે.રામેશરા, મનોજ બારીયા રહે,રામેશરાના ચોરીના એર વાલ સાથે મળતા પોલીસે એર વાલ અને મારુતિ વાન કિંમત 50,000 મળી ને કુલ રૂા.90 હજારના મુદ્દામાલ સાથે ચારેની અટકાયત કરી હતી

અન્ય સમાચારો પણ છે...