તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીમકી:પંચમહાલ જિલ્લા અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની પડતર પ્રશ્નોની રજૂઆત સાથે આંદોલનની ચીમકી

હાલોલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તથા શિક્ષણમંત્રીને પડતર પ્રશ્નોની રજૂઆત

ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહા મંડળ મહેસાણા અને ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ આણંદ અને પંચમહાલ જિલ્લા શિક્ષક સંઘનાના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ દરજી, પૂર્વ મહામંત્રી પી.એસ.પરમાર, અને મીડિયા કન્વીનર એસ.કે પંચોલીએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને અનુદાનિત ઉચ્ચતર અને માધ્યમિક શિક્ષક કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઇને રજૂઆત કરવામાં આવી હતી.

જેમાં માધ્યમિક અને ઉચ્ચતર શાળાઓના અનુદાનિત શિક્ષક કર્મચારીઓના પાંચ વર્ષની ફિક્સ પગારની સળંગ નોકરીની ગત વર્ષમાં અવારનવાર રજૂઆતો કરી હોવા છતાં આજ દિન સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. જેમાં ગત 2019ની એચ.એસ.સી.અને એસ.એસ.સી .બોર્ડની પરીક્ષાનો શિક્ષકો દ્વારા બહિષ્કાર કરી આંદોલન હાથ ધરાયું હતું પરંતુ આપ દ્વારા આંદોલન સમાધાન કરાવી શિક્ષક કર્મચારીને પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરીનો પરિપત્રની બાંહેધરી આપતા શિક્ષકોએ બહિષ્કારનો આદેશ પરત લઈ પરીક્ષાની કામગીરીમાં લાગી ગયા હતા.

તેમ છતાં આજ દિન સુધી પરિપત્ર ન કરી અન્યાય કરેલ છે. તેમજ સાતમા પગાર પંચના એરિયર્સના હપ્તા છેલ્લા બે વર્ષથી ચૂકવાયેલ નથી. જેને લઈ પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી સળંગ ગણવા તેમજ તે બાબતે પરિપત્ર અને સાતમા પગાર પંચના બીજા અને ત્રીજા ની હપ્તાની ચુકવણીની બાબતના પરિપત્ર માટેની શિક્ષક કર્મચારીઓની ધીરજ ખૂટી ગઈ હોઇ આગામી મૅ માસમાં યોજાનાર 2021ની એચ.એસ.સી.અને એસ.એસ.સી. બોર્ડની પરીક્ષા પહેલા જો કોઈ નિરાકરણ નહીં આવે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેની પણ ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો