તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:હાલોલ નગર પાલિકાએ આગોતરી જાણ વિના શાકમાર્કેટ હટાવતાં લોકોમાં આક્રોશ

હાલોલ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
લારી માલિકોએ પાલિકા પર હલ્લાબોલ કર્યો હતો. - Divya Bhaskar
લારી માલિકોએ પાલિકા પર હલ્લાબોલ કર્યો હતો.
 • બપોરે જેસીબી મશીન દ્વારા લારીઓવાળાની લારીઓ હટાવતાં માહોલ ગરમાયો

હાલ કોરોના ની મહામારી એ લોકો નું જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે હાલોલ માં મોટાભાગ શ્રમજીવી પરિવારો શાકભાજી વેચી પોતાનું જીવનનિર્વાહ ચલાવી રહ્યા છે સોમવાર ની બપોરે હાલોલ એમએસ હાઈસ્કૂલ ની પાછળ આવેલ શાકભાજી માર્કેટ માં શાકભાજી નું વેચાણ કરતા લારી ચાલકો ને કોઈપણ જાતની જાણ કર્યા વગર પાલિકા ના મુખ્ય અધિકારી કે પ્રમુખ ની ગેર હાજરી માં પાલિકા નો એક કર્મચારી જેસીબી મશીન લઇ આવી એકાએક લારીઓ હટાવી લો નહી તો જેસીબી થી લારીઓ ભરી જઈશું નું કહેતા મોટી સંખ્યા માં લારીચાલકો ભેગા થઈ ગયા હતા .અને પાલિકા પર હલ્લાબોલ કરી પાલિકાતંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. જેસીબી મશીન લઈ લારીઓ હટાવા આવેલ કર્મચારી કોની સૂચનાથી આવ્યો હતો તે અંગે અનેક તર્કવિતર્ક સર્જાયા છે લારી ધારકો એ જણાવ્યું હતું કે લારીઓ હટાવાની અગાઉ થી જાણ કરાઈ હોત તો અમે લારીઓ માં માલ ન ભરતાં લારીઓ બંધ કરી દેવાતા શ્રમજીવીઓ ને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે .ઘટના અંગે જાણવા હાલોલ પાલિકા ચીફ ઓફિસર નો મોબાઈલ પર સપર્ક થઈ શક્યો ન હતો.

નોંધનીય છે કે શાકભાજી ની લારીઓ ના દબાણ હટાવા નીકળેલ પાલિકા તંત્ર ને શાકભાજી ના પથારા પર પાકી દુકાનો કેબીનો બનાવી દબાણ કરતા લોકો સામે કાર્યવાહી કરવાને બદલે શાકભાજી વેચી પેટયું રડતા શ્રમજીવી ની લારીઓ હટાવી કાર્યવાહી કરતી પાલિકા ની કામગીરી સામે અનેકપ્રશ્નો એ સ્થાન લીધું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો