તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી સામે સવાલો:માતરના BJP ધારાસભ્ય સહિત 26ના બ્લડ સેમ્પલ જ ન લેવાયા

હાલોલ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિવરાજપુરના રિસોર્ટમાંથી 1.15 કરોડની મતા કબજે કરી
  • જુગાર સાથે પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો પણ છટકબારી રાખી

પંચમહાલના શિવરાજપુર ખાતેના જીમીરાં રિસોર્ટ ખાતે ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી માતરના ભાજપી ધારાસભ્ય કેસરી સિંહ સોલંકી સહિત 26 લોકોને પકડી પાડ્યા હતા. તેમજ જુગાર રમવામાં વપરાતા કોઈન અને 9 જેટલી દારૂની બોટલ સહિત રૂા. 1.15 કરોડનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા અને પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો હતો. જોકે, રિસોર્ટમાંથી દારૂની બોટલો મળવા છતાં પોલીસે પકડાયેલા અારોપીઅોના બ્લડ સેમ્પલ લેવાની દરકાર કરી ન હતી. જેથી કાર્યવાહી સામે અનેક સવાલો ઉભા થયા છે.

હાલોલ તાલુકાના શિવરાજપુરના જીમીરા રિસોર્ટમાં ગુરુવારે રાત્રે પોલીસે દરોડો પાડી જુગાર રમવામાં વપરાતા કોઈન અને 9 જેટલી દારૂની બોટલ કબજે કરી હતી. સાથે રૂા. 3.88 લાખ જેટલી રોકડ રકમ, 25 મોબાઈલ ફોન અને રૂા. 1.11 કરોડની કિંમતના 8 લકઝરીયસ વાહનો કબજે કર્યા હતા. પોલીસે રિસોર્ટમાં બંધ બારણે રેડની કાર્યવાહી કરતા અનેક સવાલો ઉભા થયા છે. ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી અને તેઓના મિત્રોએ અગાઉ રિસોર્ટમાં બુકીંગ કરાવ્યું હતું અને અહીં મોટે પાયે જુગાર રમવા ઉપરાંત દારૂની મહેફિલનું આયોજન કરાયું હતું.

ત્યારબાદ બહારથી મહિલાઓને પણ બોલાવી દારૂ જુગારની મહેફિલનું સુવ્યવસ્થિત આયોજન કરાયું હતું. ઘટના સ્થળેથી પોલીસને દારૂ ભરેલી 9 બોટલો મળી આવી હોવા છતાં પોલીસે આરોપીઓએ દારૂનું સેવન કર્યું છે કે નહીં તે જાણવા બ્લડ સેમ્પલ લીધા ન હતા. માત્ર હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે માત્ર શારીરિક પરીક્ષણ કરાવી સંતોષ માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...