ભક્તિ:દેવ દિવાળી નિમિત્તે પાવાગઢ ખાતે મા મહાકાળીને અન્નકૂટ ધરાવાશે

હાલોલ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાવાગઢ ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજી - Divya Bhaskar
પાવાગઢ ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજી

યાત્રાધામ પાવાગઢ ડુંગર પર જયાં માં મહાકાળી બિરાજમાન છે. ત્યાં અાજે પાવાગઢ કાલિકા મંદિર સવારે 6.00 કલાકથી દર્શન માટે ખુલ્લુ થશે ત્યાર બાદ ટ્રસ્ટ દ્વારા સુંદર અન્નકુટનું આયોજન કરવામાં આવ્યું છે. કારતક સુદ પુનમને દેવ દિવાળીનાં દિવસે સવારનાં 10.00 થી 12.00 કલાકે મંદિર પરિસરમાં બંધ બારણે માતાજીને અન્નકુટનો ભોગ ધરાવવામાં આવશે.

ત્યાર બાદ 12.30 કલાકથી દર્શન સતત ખુલ્લા રહેશે. પાવાગઢ શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટનાં સ્થાનિક ટ્રસ્ટી વિનોદભાઇ વરીઆ એક અખબારી નિવેદન દ્વારા જણાવવામાં આવે છે માતાજીનાં પરમ્ ભક્તો કે જેઓ દર રવિવારે, પુનમે, અમાસ નાં રોજ દર્શન માટે આવે છે તેઓ સર્વેની ખાસ ઉપસ્થિત તથા માંઇભક્તોની હાજરીમાં અન્નકુટ પ્રસંગ ઉજ્જવવામાં આવનાર છે સર્વે ટ્રસ્ટ તરફથી હાર્દિક આમંત્રણ છે . આ અન્નકુટનાં આયોજનમાં ટ્રસ્ટનાં કર્મચારી ગણ કુટુંબીજનો સાથે હાજરી આપવા જણાવવા આવેલ છે

અન્ય સમાચારો પણ છે...