નોટિસ:પાવાગઢ સ્થિત 200 હોટલ સહિત દુકાનદારોને દબાણ ન કરવા નોટિસ

હાલોલ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકડાઉન બાદ પ્રથમ વખત આસો નવરાત્રીના આયોજનથી તકેદારી
  • દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ પોલીસે દુકાનોની આગળની આડસો દૂર કરાઇ

પાવાગઢમાં નવરાત્રી દરમિયાન લાખોની સંખ્યામાં યાત્રિકો આવશે ત્યારે તળેટીથી માચી સુધી ખાનગી વાહનો લઈ જવા પર જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવાયો છે. જેના પગલે ખાનગી વાહનો લઈ પાવાગઢ આવતા યાત્રિકો બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ પંચાયત સંચાલિત વાહન પાર્કિંગ ફૂલ થઈ ગયા બાદ સિટી ગેટથી ફોરેસ્ટ નાકા અને ખોડિયાર માતા મંદિર તરફ જતા રસ્તા પર આવેલ ચા-નાસ્તા, હોટલોના સંચાલકો સહિત કેટલાક ખાનગી પાર્કિંગ સંચાલકો યાત્રિકોની મજબૂરીનો લાભ ઉઠાવી પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ ચલાવતા હોવાની માહિતી અંગેનો અહેવાલ 6 ઓક્ટોબરે પ્રસિદ્ધ કરતાં સ્થાનિક પોલીસ અને તંત્ર દોડતું થઈ એકશન મોડમાં આવ્યું હતું.

બુધવારે પોલીસે દુકાનો આગળની આડસો દૂર કરાવી રોડની બંને બાજુ રોડ ક્લીયર કર્યો હતો. તો બીજી તરફ પંચાયતમાં તાત્કાલિક ઠરાવ કરી પગપાળા રસ્તા પરની દુકાનો હોટલોના 200 સંચાલકોને નોટિસ આપી છે. નોટિસનું પાલન ન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે તેવું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...