તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સંક્રમણ:હાલોલ પંથકમાં 158 સેમ્પલમાંથી નવ કોરોના પોઝિટિવ કેસ મળ્યા

હાલોલ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની સંખ્યા 1000ની નજીક પહોંચી : 28 લોકો મૃત્યુ પામ્યા

હાલોલ તાલુકા પંથકમાં આરોગ્ય વિભાગ દ્વારા ગુરુવારે વિવિધ સ્થળોએ રેપીડ એન્ટીજન ટેસ્ટ કીટ દ્વારા વધુ 158 કોરોના ટેસ્ટ કરવામાં આવતા કોરોના પોઝિટિવ કેસ મળી આવવાનો સિલસિલો યથાવત રહેતા 158 ટેસ્ટિંગમાંથી 9 કેસ કોરોના પોઝિટિવ આવ્યા હતા જ્યારે 149 કેસો નેગેટિવ નોંધાયા હતા વધુ 9 કેસો સાથે પંથકની આજ દિન સુધીની કુલ કોરોના કેસોની સંખ્યા એક હજારની નજીક પહોંચતા ગુરુવાર સુધી 995 થઈ હતી. જેમાંથી 28 લોકો કોરોનાની સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યા છે જ્યારે 927 લોકો કોરોનાની સારવાર મેળવી સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે જોકે હાલમાં 40 કોરોના સંક્રમિત દર્દીઓના કેસો સક્રિય હોઈ હાલ તેઓ સારવાર હેઠળ છે નગર સહિત પંથકમાંથી રોજ બરોજ કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવી રહ્યા હોઇ વહીવટી તંત્ર સહિત આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયું છે.

કોરોના સંક્રમણ ને નાથવા અથાગ પ્રયાસ કરી રહ્યું છે જોકે જનતા પણ આ પ્રયાસોમાં તેઓને સંપૂર્ણ સાથ સહકાર આપે તો જ કોરોના કેસોની ગતિને કાબુમાં લઈ શકાય તેમ છે હાલોલ તાલુકા પંથક સહિત નગરની પ્રજાએ કોરોના સંક્રમણ ના બીજા તબક્કામાં વધુ સાવચેત અને સલામત રહેવા સંપૂર્ણપણે કોરોનાની સરકારી ગાઈડ લાઈનનું પાલન કરવું અંત્યન્ત જરૂરિ છે નહીં તો પરિણામ ભોગવવા ત્યાર રહેવું પડશે તેમાં બે મત નથી. ગુરુવારે ટેસ્ટિંગ કરાયેલા 158 કેસો પૈકી 43 કેસો આરોગ્ય વિભાગે હાલોલ પોલીસની મદદથી હાલોલના કોમ્યુનિટી હોલ અને બસસ્ટેન્ડ ખાતે માસ્ક અને મોઢું ઢાંકયા વિના ફરતા બે જવાબદાર લોકોના કર્યા હતા જેમાં 43માંથી 2 કેસ પોઝિટિવ આવતા જાહેર જનતા કોરોનાને કઈ રીતે અવગણી રહી છે તે સ્પષ્ટ જોવા મળ્યું હતું જેમાં માસ્ક વિના જાહેરમાં જાહેર માર્ગ પર લોકોની વચ્ચે ફરતા 2 લોકો કોરોના સંક્રમિત મળી આવતા જાહેર જનતા કોરોનાનો ભય ભૂલી પોતાના જીવનને અસુરક્ષિત કરી અન્ય લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડાં કરી રહી હોવાનું સ્પષ્ટપણે જોવા મળ્યું હતું

અન્ય સમાચારો પણ છે...