પિતાનો આક્ષેપ:મારા પુત્રનું મોત આકસ્મિક નથી પરંતુ પુત્રવધૂએ જ સાગરીતોની મદદથી હત્યા કરી છે

હાલોલ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મલાવમાં 2 મહિના પહેલાં પુત્રની લાશ મળી હતી, પિતાએ રાજ્યના ગૃહમંત્રીને અરજી કરી

મલાવ ગામે ગોસાઈ પરિવારના કર્મેકાંડની વિધિ કરી ગુજરાન ચલાવતા રાકેશગીરી દયાગીરી ગોસાઈનો 13 સપ્ટેમ્બરે સવારે વરવાડા જવાના રસ્તા પરથી મૃતદેહ મળ્યાની ઘટનામા પોલીસે અકસ્માતથી મોતની નોંધ કરી મૃતદેહનું પીએમ કરાવી મૃતદેહના વિશેરા લઈ એફએસએલમાં મોકલ્યા છે.

મૃતક રાકેશ ગોસાઈના પિતા દયાગીરી ગોસાઈએ ઘટના અંગે પુત્રનું આકસ્મિક નહીં પણ હત્યા થયાના આક્ષેપો સાથેની અરજી ગૃહ મંત્રી સહિત રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાને કરાઇ છે. અરજીમાં જણાવાયું છે કે મારા પુત્ર રાકેશના લગ્ન કતોલની પારૂલ સાથે થયેલ અને તેના ત્રણ સંતાનો છે. જે હાલ મારી પાસે રહે છે અને પારૂલ 5 વર્ષથી પિયરમાં રહે છે. મારી પુત્રવધુ એ જ સાગરીતોની મદદે તેનું ક્યાંક મર્ડર કરી લાશને મલાવ તળાવ પર નાખી દેવાયાના આક્ષેપ કરાયાં છે. મારો પુત્ર રાકેશ તા.12 સપ્ટેમ્બરે સાંજે ઘરેથી નીકળી ગામમાં ગયો હતો. જે મોડા સુધી ઘરે ન આવતા રાત્રે તપાસ કરી હતી. પણ તેનો પતો લાગ્યો ન હતો. સવારે વરવાડા જવાના રસ્તા પરથી ઇજા થયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો.

પીએમમાં પણ શ્વાસ રૂંધાવાથી મોત થયાના આક્ષેપ કરાયા છે. વધુમાં રમેશભાઈ શંકરભાઇને પણ પુત્રવધુ પારૂલે ઘટનાના એક મહિના અગાવ ફોન કરી જણાવેલ કે રાકેશને મારી નખાવસે અને પતાવી દેશે તેવું જણાવેલ તેમજ રાકેશની પુત્રી મોસાળમાં ગઈ હતી. ત્યારે પારુલ અને તેની માતાએ ધમકી આપી કે તારા પપ્પાને અમો મારી નાખીએ તો કોઈને કહેવાનું નહી, જો કોઈને કહીશ તો તને મારી નાખીશું. પુત્રવધુના મોબાઈલ કોલ ડિટેલ કઢાવી તપાસ કરાવડાવે તેવી અરજ કરાઈ છે.

રિપોર્ટ આવ્યા બાદ વધુ સ્પષ્ટતા થઇ જશે
મલાવમાં તળાવ પાસેથી રાકેશ ગોસાઈનો મૃતદેહ મળ્યાની ઘટનામાં પ્રથમ ડોગ સ્કોડ એફએસએલની મદદ બાદ એડી દાખલ કરી મૃતદેહનું પીએમ કરાવી તપાસ હાથ ધરી પરિવારજનો દ્વારા કરાયેલા આક્ષેપોની તપાસ કરાઈ છે. પીએમ બાદ મોતનું કારણ જાણવા મૃતદેહમાંથી વિશેરા લઈ સુરત એફએસએલમાં મોકલી અપાયા છે. જેનો રિપોર્ટ આવવાનો બાકી છે. રિપોર્ટ આવ્યા બાદ વધુ સ્પષ્ટતા થઈ જશે. >એમ .કે માલવીયા, PSI, કાલોલ

અન્ય સમાચારો પણ છે...