તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યાત્રાળુઓનો મેળાવડો:પાવાગઢ મંદિરે રવિવારે 60 હજાર ઉપરાંત યાત્રાળુઓ દર્શનાર્થે ઉમટ્યાં

હાલોલએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પાવાગઢમાં રવિવારે હજારો ની સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડતા માચી સ્થિત રોપવે સેવા ઉંડનખટોલા સેવામાં બેસવા બંને બાજુ લાંબી કતારો લાગી હતી - Divya Bhaskar
પાવાગઢમાં રવિવારે હજારો ની સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડતા માચી સ્થિત રોપવે સેવા ઉંડનખટોલા સેવામાં બેસવા બંને બાજુ લાંબી કતારો લાગી હતી

યાત્રાધામ પાવાગઢ ખાતે જગત જનની મહાકાળી માતાના દર્શનાર્થે રવિવારે હજારોની સંખ્યામાં માઇભકતો ઉમટ્યા હતા જેમાં પાવાગઢની તળેટી ખાતે આવેલ ચાંપાનેરથી લઈ માચી અને ડુંગરની ટોચ સુધી શ્રદ્ધાળુઓનો પ્રવાહ જોવા મળ્યો હતો રાજ્ય સહિત આંતર રાજ્યોમાંથી પધારેલા માઈ ભકતોએ મહાકાળી માતાજીના ચરણોમાં શિશ ઝુકાવી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.

60 હજાર ઉપરાંત યાત્રાળુઓનું ઘોડાપુર ઉંમટયું હતું છતાં ઉયાત્રાળુઓ એ સંયમ પોતાની જવાબદારી સમજી કોરોનાની ગાઈડલાઈન મુજબ સોસીયલ ડિસ્ટનસિંગ જાળવી નિયમોનું પાલન કરતા જોવા મળ્યા હતા માઇભક્તોની સુરક્ષા વ્યવસ્થા ને લઈ પાવાગઢ પોલીસ દ્વારા ઠેરઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

ટીકીટ મેળવવા બે કલાક ઉપરાંતનો સમય લાગતો હતો. આઠથી દસ હજાર યાત્રાળુઓએ રોપવે સેવાનો લાભ લીધો હતો.
ટીકીટ મેળવવા બે કલાક ઉપરાંતનો સમય લાગતો હતો. આઠથી દસ હજાર યાત્રાળુઓએ રોપવે સેવાનો લાભ લીધો હતો.

મોટા ભાગે ગાડીઓનો ભારે જમાવડો થતા તળેટી માચી સહિતના વાહન પાર્કિંગઓ ફૂલ થઈ ગયા હતા માચી ખાતે ટ્રાફિક જામ સાથે કોઈ અવ્યવસ્થા ન સર્જાય માટે માચી જતા ત્રણ રસ્તા પર પોલીસ દ્વારા બનાવામાં આવેલ ચેક પોસ્ટ પર વાહનો રોકી સમાંતરે વાહનો ઉપર જવા દેવાતા ટ્રાફિક નિયમન સરળ બન્યું હતું સાથે મોટી સંખ્યામાં આવી પોહચેલા યાત્રાળુઓને લઇ સ્થાનિક વેપારીઓમાં ખુશી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો