તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:હાલોલ નગરપાલિકા દ્વારા કંજરી રોડ પરના 100થી વધુ દબાણો દૂર કરાયા

હાલોલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હાલોલના કંજરી રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા - Divya Bhaskar
હાલોલના કંજરી રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા
  • 20 મીટર રોડ પહોળો કરી વચ્ચે ડિવાઇડર બનાવવામાં આવશે

હાલોલ નગરપાલિકા દ્વારા શહેરમાં પ્રથમ વખત ડીમોલેશનની તટસ્થ કામગીરી કરાઈ છે. કંજરી ગામ સ્ટેટનો જોડતો હાલોલનો હાર્દ સમો કંજરી રોડનો હરણ ફાળ વિકાસ થતા પોસ વિસ્તાર બનીને રહી ગયો છે. હાલોલના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી જયદ્રથસિંહના અથાગ પ્રયાસોથી હાલોલથી કંજરી ઓવરબ્રિજ સહિત રોડ રસ્તા બની જતા વિસ્તાર ની જમીનોના ભાવ આસમાને અડી ગયા છે.

હાલોલ કંજરીના ફોરલેન રોડ બન્યા બાદ તાજેતરમાં હાલોલ શાકમાર્કેટ ચોકડીથી કંજરી હાઇવે ચોકડી સુધી વર્તમાન રોડને પહોળો કરવાનો હોય પાલિકા અને વહીવટીતંત્ર દ્વારા છેલ્લા 10 દિવસથી રોડની બન્ને બાજુ થયેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. હાલ કંજરી રોડ પરની ભૂગર્ભ ગટર યોજનું કામ પ્રગતિ પર છે.

ત્યારે શહેરની શોભામાં વર્તમાન રોડને પહોળો કરી 20 મીટરનો કરાશે રોડ વચ્ચે ડિવાઈડર પર લાઈટના પોલ ઉભા કરી સ્ટીટ લાઈટો લગાવાશે રોડની બન્ને બાજુ સ્ટોર્મ ડ્રેનેજ બનશે રોડ પહોળો કરવા માટે વર્ષોથી અડીંગો થયેલા 100 જેટલા પાકા દબાણો કોઈની પણ સેહસરમ વગર દૂર કરાયા છે. રોડ સહિત બાકી ગટર લાઈન ની કામગીરીને મહિના જેટલા સમયમાં પૂર્ણ થઈ જશે તેવુ પાલિકાના સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...