કામગીરી:ભૂગર્ભ ગટર યોજનામાં કરોડો ખર્ચી ખોદેલા ખાડા જેમતેમ પુરાતા રોષ

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હાલોલ નગર પાલિકાએ પરંપરા જાળવી શહેરવાસીઓને નવા વર્ષની ભેટ રૂપે ગંદકી અને ઊડતી ધૂળ જોવા મળી - Divya Bhaskar
હાલોલ નગર પાલિકાએ પરંપરા જાળવી શહેરવાસીઓને નવા વર્ષની ભેટ રૂપે ગંદકી અને ઊડતી ધૂળ જોવા મળી
  • કોન્ટ્રાકટર દ્વારા મનમાની કરી ગટર યોજનીની કામગીરીમાં વેઠ ઉતારી કામગીરી કરાઇ

હાલોલ નગર પાલિકામાં વિકાસના કામોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો વચ્ચે ચાલી રહેલ ગાંધીનગર વિજિલન્સ તપાસ ચર્મ સીમા પર હોવાનું જાણવા મળ્યું છે. શહેરની સાફ સફાઈ પાછળ પાલિકા મહિને દહાડે લાખો રૂપિયા નો ખર્ચ કરે છે. તેમ છતાં સફાઈ અંગે પરિણામ સુન્યના બરાબર છે. શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચ એ ચાલતી ભૂગર્ભ ગટર યોજનાનું છેલ્લા દોઢ વર્ષ ઉપરાંતથી ચાલતું હોય યોજનાના કોન્ટ્રાકટર દ્વારા મનમાની કરી ગટર યોજની ની કામગીરીમાં વેઠ ઉતારી કામગીરી કરાતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

તેમ છતાં ગટર યોજના ના જવાબદાર પાણી પુરવઠા કે પાલિકા તંત્ર નું કોઈજ નિયંત્રણ ન હોવાથી કોંટાક્ટર બેફામ થઈ કામગીરી કરી કોઈપણ આગોતરા પ્લાનિંગ વગર કોઈપણ જાહેરાત કર્યા વગર ગટર માટે ખોદકામ કરી જમીન માં પાઈપો નાખી ઉપર માટી નાખી ખોદી કાઢેલા રોડ રસ્તા પર સિમેન્ટ કોકરીટ કે રસ્તા બનાવ્યા વગર છોડી દેવાતા શહેર માં ઠેક ઠેકાણે વાહનો ફસાઈ જવા ટ્રાફિક જામ સાથે મોટી માત્રામાં ધૂળની ડમરીઓ ઉડતા લોકોને ઘરની બહાર કે કામકાજ કે નોકરી ધધા પર આવાજવા ભારે હાલાકી ભોગવવા નો વારો આવ્યો છે.

હાલ શરદી ખાંસી નો વાયરલ ચાલતો હોય શહેર માં ઊડતી ધૂળ આગ માં તેલ હોમવાનું કામ કરી રહી છે. શહેરની જટિલ વિકટ સમસ્યાના સમાધાનને લઈ કેટલાક બુદ્ધિજીવીઓ ધારાસભ્યને રજુઆત કરનાર હોવાનું જાણવા મળેલ છે

અન્ય સમાચારો પણ છે...