તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:હાલોલ ખાતે અમદાવાદના ધારાસભ્ય સહિત અગ્રણીઓ-પોલીસની શાંતિ સમિતિની બેઠક

હાલોલ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
હાલોલ ખાતે અમદાવાદના ધારાસભ્ય સહીત અગ્રણીઅો અને પોલીસની શાંતિ સમીતિની બેઠક યોજાઇ હતી - Divya Bhaskar
હાલોલ ખાતે અમદાવાદના ધારાસભ્ય સહીત અગ્રણીઅો અને પોલીસની શાંતિ સમીતિની બેઠક યોજાઇ હતી
  • ધારાસભ્ય જાવેદ પીરઝાદા, ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શૈખ હાલોલ પહોંચ્યા

પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે તાજેતરમાં બે જૂથ વચ્ચે થયેલ ઝગડાના કેસના આરોપીને ઝડપી પોલીસ મથકે લાવતા બનેલી કમનસીબ ઘટનામાં લઘુમતી જૂથના લોકોએ પોલીસ પર પથ્થરમારો કરતા જિલ્લાના બે પીઆઇ સહિત કાલોલ પીએસઆઇ ઇજાગ્રસ્ત થયા હતા.

શહેરનું વાતાવરણ ઉગ્ર બનતા પોલીસને કાયદો વ્યવસ્થા જાળવવા ટિયરગેસના સેલ છોડી પરિસ્થિતિ પર કાબુ મેળવી હતી. પોલિસે 104 લોકો સામે નામજોગ સાથે 1500ના ટોળા વિરુદ્ધ ગુન્હો નોંધી ધરપકડનો દોર શરૂ કર્યો હતો.

કાલોલની ઘટનાના પડઘા અન્ય શહેરો ગામોમાં ન પડે માટે પોલિસે શાંતિ સમિતિની બેઠકો યોજી અફવાઓના દોર વચ્ચે બીજા જ દિવસ થી જનજીવન રાબેતા મુજબ શરૂ થઇ ગયું હતું. કાલોલની કમનસીબ ઘટનાના સંદર્ભમાં શાંતી સલામતી અને ભાઈચારાના સંદેશ સાથે અમદાવાદ લઘુમતી કોમના ધારાસભ્ય જાવેદ પીરઝાદા, ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શૈખનું પ્રતિનિધિ મંડળ કાલોલ બાદ હાલોલ સર્કિટ હાઉસ ખાતે આવતા અગ્રણીઓ સહિત પોલિસના ઉચ્ચ અધિકારીઓ સાથે એક શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.

​​​​​​​બેઠકમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કાલોલની ઘટનાને કમનસીબ ગણાવી ઘટનાને સખત શબ્દોમાં નિંદા સાથે વખોડી કાઢી હતી. અમારું પ્રતિનિધિ મંડળ પ્રેમ ભાઈચારા સાથે શાંતિનો સંદેશો લઈને આવ્યુ છે. પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય બની રહે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે ઘટના એક દુસ્વપ્ન હતું તેમ માની ભૂલી જઈ એક સારો સમન્વય જળવાઈ રહે તેવી અમે અપીલ કરી છે. ચમરબંધી કાયદો હાથમાં ના લે તેવી પણ અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...