તપાસ:હાલોલની મેઘદૂત સોસાયટીની ચોરીનો ભેદ LCBએ ઉકેલ્યો

હાલોલ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિકલીગર ગેંગનો રૂા.1.13 લાખ સાથે ઝડપાયો, 2ની તપાસ

હાલોલની મેઘદૂત સોસાયટીમાં 5 દિવસ પહેલા નરેશકુમાર વેલચંદ શાહ કામ અર્થે બહાર ગયા હતા. જયારે પત્ની અને બાળકો સબંધીને ઘરે સુવા ગયા હતા. જ્યાં મોડી રાત્રે તસ્કરોએ મકાનને નિશાન બનાવી રૂા.2.50 લાખ રોકડા અને રૂા.1.22 લાખના દાગીનાની ચોરી કરી ભાગી જતા હાલોલ શહેર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

જ્યાં એલસીબી તપાસમાં જોતરાતા બાતમી મળતા ચીકલીગર ગેંગના રાજા સિંગ સરદાર રહે. ડેસર જિ.વડોદરા., સુનિલસિંગ તોફાનસિંગ સરદાર રહે, દુમાંડ નવી નગરી વડોદરા અને ભીલસિંગ ઉર્ફે રતન સિંગ સરદાર રહે. સેવાલીયા, તા.ગલતેશ્વર ખેડાની સંડોવણી છે. અને રાજાસિંગ સરદાર મોટરસાઇકલ પર ખાખરીયાથી હાલોલ તરફ આવવાની બાતમી મળતા રાજાસિંગ આવી પહોંચતા તેને ઝડપી ચોરીમાં ગયેલા રોકડ દાગીના રૂા.1.13 લાખ રોકડા મળી આવતા પોલીસે રાજાસિંગને હાલોલ પોલીસને સોંપી ચોર અન્ય સુનિલસિંગ સરદાર અને ભીલસિંગ સરદારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...