તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાશ મળતાં ભેદ ખૂલ્યો:પ્રેમ સંબંધમાં યુવાનની હત્યા કરી બાઇક સાથે લાશ કૂવામાં ફેંકી દીધી

હાલોલ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતકની ફાઇલ તસવીર - Divya Bhaskar
મૃતકની ફાઇલ તસવીર
  • હાલોલના તરખંડા ગામનો યુવાન 7 દિવસથી ગુમ હતો
  • એક પકડાયો, બીજો ફરાર

હાલોલના તરખંડાના ગુમ યુવકની પ્રેમ પ્રકરણમાં થયેલા ઝઘડાની અદાવતમાં મિત્રે જ ઇટવાડી ગામની સીમમાં બોલાવી અન્ય એક મિત્રની મદદથી ગળે ટૂંપો દઈ હત્યા કરી હતી. ત્યારબાદ પુરાવાનો નાશ કરવા મૃતદેહને તેની જ બાઈક સાથે બાંધી કૂવામાં નાખી દેતાં ચકચાર મચી છે. પોલીસે કૂવામાંથી મૃતદેહ બહાર કઢાવી ફોરેન્સિક પીએમ માટે મૃતદેહને વડોદરા મોકલી આપી 2 આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

હાલોલ નજીક તરખંડા ગામનો શૈલેષ ખુમાનસિંહ ચાવડા 2 જૂને સવારે બાઈક લઈ ડીઝલ લેવા નીકળ્યો હતો. ત્યારબાદ ઘરે પરત ન ફરતાં પરિવારે શૈલેષ ગુમ થયા અંગે પોલીસને જાણ કરી હતી. ગુમ થયાના 7 દિવસ બાદ બુધવારની સાંજે ઈટવાડીની સીમમાં ખેતરના કૂવામાંથી શૈલેષનો મૃતદેહ તેની જ બાઈક સાથે બાંધેલી હાલતમાં મળ્યો હતો.

એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને હાલોલ ડીવાયએસપીની હાજરીમાં મૃતદેહને કૂવામાંથી બહાર કઢાયો હતો. તપાસમાં શૈલેષની પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાનું સ્પષ્ટ થયુ હતું. તપાસ દરમિયાન શૈલેષ ચાવડાને એક વર્ષ અગાઉ યુવતી સાથેના પ્રેમ સંબંધને લઈ અલ્પેશ ભગવાનસિંહ ચાવડા (ઈટવાડી) સાથે ઝઘડો અને મારામારી થઈ હતી. જેમાં અલ્પેશ ઇજાગ્રસ્ત થયો હતો.

ઇરવાડી ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા કરીને બાઇક સાથે બાંધીને કૂવામાં નાખી દીધી હતી.
ઇરવાડી ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા કરીને બાઇક સાથે બાંધીને કૂવામાં નાખી દીધી હતી.

અલ્પેશે ઝઘડાની અદાવત રાખી શૈલેષની હત્યા કરવાનો કારસો રચી ગામના જ મિત્ર સુરપાલસિંહ ગિરીશસિંહ ચાવડાની મદદ લઈ કાવતરું રચી 2 જૂનના રોજ શૈલેષને ઈરવાડી ગામની સીમમાં બોલાવ્યો હતો. જ્યાં અલ્પેશ અને સુરપાલે શૈલેષને ગળે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધો હતો.

હત્યાની કોઈને ખબર ન પડે તે માટે શૈલેષના મૃતદેહને તેની જ બાઈક સાથે બાંધી ખેતરના કૂવામાં નાખી ફરાર થઈ ગયા હતા. પોલીસે અટકાયત કરેલા અલ્પેશે પોલીસ સમક્ષ સમગ્ર ઘટનાની કબૂલાત કરી છે. હત્યામાં સંડોવાયેલા સુરપાલ ચાવડાની પોલીસે શોધખોળ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...