દુર્ઘટના:અંબાજી પાસે જીપ ખાઇમાં ખાબકી, ગોધરા-હાલોલના 12 યાત્રાળુ ઘાયલ

હાલોલ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગોધરા-હાલોલના યાત્રાળુની જીપને અંબાજી પાસે અકસ્માત. - Divya Bhaskar
ગોધરા-હાલોલના યાત્રાળુની જીપને અંબાજી પાસે અકસ્માત.
  • 2ની હાલત ગંભીર, અન્ય પણ સારવાર હેઠળ

પંચમહાલના 12 યાત્રિકોની ટ્રેક્સ જીપ ગાડી અંબાજી પાસે ઊંડી ખાઈમાં ખાબકતા યાત્રિકો ઇજાગ્રસ્ત થતા ચકચાર મચી જવા પામી હતી. યાત્રાધામ અંબાજીથી આબુ જવાના માર્ગ પર શીતળા માતાના મંદિર પાસે ગુરુવારે સવારે પંચમહાલના યાત્રિકો મંદિરના દર્શન કરી આબુ જઇ રહ્યા તયારે અકસ્માત સર્જાયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.

વહેલી સવારે જીપ નંબર જીજે 17 એએચ 0411 જેઓ અંબાજીના દર્શન કરી સુંધામાતાએ દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે જીપના ડ્રાઈવર સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા જીપ ઊંડી ખાઈમાં ખાબકી હતી. જેમાં 12 યાત્રિકોને ઇજાઓ થઇ હતી.

જેમાં બેની હાલત વધુ ગંભીર હોય પાલનપુર સિવિલ ખાતે લઇ જવાયા હતા. જ્યારે બાકીના 4ને 108 મારફતે અંબાજી આધ્યશક્તિ ખાનગી હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે લવા્યા હતા. અંબાજી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...