તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:કરજણના પરિણીત પ્રેમીપંખીડાએ પાવાગઢ ખાતેના જંગલમાં ઝેરી દવા ગટગટાવી લીધી

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બંને એક જ સોસાયટીમાં બે ઘર જ દૂર પોત-પોતાના પરિવાર સાથે રહેતાં હતાં

વડોદરા જિલ્લાના કરજણ ગામે સોનાનગર સોસાયટીમાં રહેતા પરિણીત 41 વર્ષીય કૈલાસબેન, પતિ, પુત્ર સાથે રહેતા હતા. કૈલાસબેન પોર ખાતે આવેલ એક પ્લાસ્ટિક કંપનીમાં વર્કર તરીકે કામ કરતા હતા. જેમાં છેલ્લા પંદર દિવસથી તેઓ કંપનીમાં રજા રાખી ઘરે હતા. જેમાં ગત તારીખ 26 ઓગેસ્ટના રોજ કૈલાસબેન પોતાના પતિને સવારે 8 વાગે હું નોકરી પર જાઉં છું તેમ કહી નીકળ્યા હતા. પરંતુ મોડી સાંજ સુધી તેઓ ઘરે પરત ન ફરતા તેઓના પૂત્રએ તેમના મોબાઈલ પર રીંગ મારી હતી. જેમાં તેઓના મોબાઈલ પર રીંગ વાગતી હતી.

પરંતુ તેઓ ફોન ન ઉપાડતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. જ્યારે આ જ સમય દરમ્યાન સોનાનગર સોસાયટીનાં મકાનમાં રહેતા અને કૈલાશબેન સાથે પ્રેમ સંબંધ ધરાવતા 40 વર્ષીય અરવિંદભાઇની પુત્રીએ તેમના ઘરે આવીને જણાવ્યું હતું કે તેમના પિતા અરવિંદભાઈ પણ સવારના સુમારે પાલેજ ખાતે વાળ કાપવાની દુકાને જાઉં છુ. તેમ કહી નીકળ્યા હતા જે પણ હજુ સુધી પરત આવેલ નથી. જેથી પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. તેઓની શોધખોળ લાગ્યા હતા. જેમાં કૈલાસબેનના પતિ, પુત્ર, પુત્રી પાવાગઢ ખાતે કૈલાસબેનને શોધવા માટે આવ્યા હતા.

જ્યાં શોધખોળ દરમ્યાન પાવાગઢ ડુંગર પર આવેલ મકાઈ કોઠારના જંગલમાં કૈલાસબેન તેમજ અરવિંદભાઈ મૃત હાલતમાં મળી આવ્યા હતા. જયાં બન્ને પ્રેમી યુગલના મૃતદેહ એકબીજાની પાસે પડ્યા હતા. અને તેઓની નજીક એક ઝેરની દવાની બોટલ પડેલ હતી. જેમાં બન્ને પ્રેમી યુગલે ઝેરી દવા પી લઇ પોતાની જીવનલીલા ટૂંકાવી લીધું હોવાનું જણાતા પરિવારજનો બંન્નેના મૃતદેહને જોઈને આઘાતમાં સરી પડયા હતા. બનાવ અંગે પાવાગઢ પોલીસને જાણ કરતા પોલીસે હાલોલ રેફરલ ખાતે મોકલી આપી પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...