તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:કણજરીની બેઠક બિન હરીફ જાહેર કરાઇ, મહિલા ઉમેદવારને શુભેચ્છાઓ પાઠવી

હાલોલ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
હાલોલ તાલુકા પંચાયતની કણજરીની બેઠક બિન હરીફ જાહેર થતા ભાજપમાં ખુશી ફેલાઈ - Divya Bhaskar
હાલોલ તાલુકા પંચાયતની કણજરીની બેઠક બિન હરીફ જાહેર થતા ભાજપમાં ખુશી ફેલાઈ

હાલોલ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી જયદ્રથસિંહજી પરમારના માદરે વતન કણજરી સ્ટેટની કણજરી તાલુકા પંચાયતની બેઠક સમગ્ર હાલોલ તાલુકા પંથકમાં પ્રતિષ્ઠા ધરાવતી બેઠક ગણાય છે. જ્યાં રાજ્યમંત્રીનો પ્રભાવ અને લોકપ્રિયતા કારણે આ બેઠક પર વર્ષોથી ભાજપનો ભગવો લહેરાય છે. તેવી કણજરી તાલુકા પંચાયતની અનુસૂચિત જાતિ મહિલા સીટ પર જિલ્લા ભાજપા મોવડી મંડળે કમલાબેન ચીમનભાઈ વણકરને ઉમેદવાર બનાવી મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં તેઓનું ઉમેદવારી પત્રક ભરવામાં આવ્યું હતું.

પરંતુ તેઓની સામે કોઈ પક્ષના કે અન્ય કોઈ પણ ઉમેદવારે દાવેદારી ન નોંધાવતા આ બેઠક સીધે સીધી ભાજપના ખોળામાં આવી ગઈ હતી. અને અનુસૂચિત જાતિના મહિલા ઉમેદવાર કમલાબેન બિન હરીફ જાહેર થતા મહિલા ઉમેદવારને શુભેચ્છાઓ પાઠવી હતી. હાલોલ પંથકથી ભાજપે વિજયના શ્રી ગણેશ કરતા ઉત્સાહ બેવડાયો હતો

હાલોલની બેઠકો માટે 118 ફોર્મ ભરાયા
હાલોલ તાલુકાની 24 બેઠકો માટે આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભાજપે તમામ 24 બેઠકો ઉપર ડમી ઉમેદવારો સાથે 48 ફોર્મ ભર્યા હતા, અને જિલ્લા પંચાયતની 5 બેઠક માટે ડમી સાથે 10 ફોર્મ ભર્યા હતા. જ્યારે કોંગ્રેસ તરફી તાલુકા પંચાયતની 16 પૈકી 15 જ બેઠકો ઉપર 37 ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા જ્યારે જિલ્લા પંચાયતની 05 બેઠક માટે 07 ફોર્મ ભર્યા હતા. આમ આદમીએ તાલુકા પંચાયતની 16 પૈકી 03 બેઠક અને જિલ્લા પંચાયતની 05 બેઠક પૈકી 01 ઉમેદવારી ફોર્મ ભર્યા છે, જ્યારે તાલુકા પંચાયતની 4 બેઠકો અને તાલુકા પંચાયતની 1 બેઠકો માટે અપક્ષ ઉમેદવારો એ દાવેદારી નોંધાવી છે.આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે તા. પં.ના 99 અને જિ. પ.ના 19 મળી કુલ 118 ફોર્મ ભર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો