ભાસ્કર વિશેષ:શિવરાજપુરના જૈન દીક્ષાર્થી 14 વર્ષ બાદ વતનમાં આવતાં ઉષ્માભેર સ્વાગત કરાયું

હાલોલ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
શિવરાજપુરમાં મુનિરાજ વિજય મહારાજે ધારાસભ્યને આશીર્વાદ આપ્યા. - Divya Bhaskar
શિવરાજપુરમાં મુનિરાજ વિજય મહારાજે ધારાસભ્યને આશીર્વાદ આપ્યા.
  • મુનિરાજશ્રી પરમપ્રેમ વિજય મહારાજનું પ્રવચન યોજાયું હતું

પાવીજેતપુર તાલુકાના ગઢ ભીખાપુરાના વતની અને હાલોલ તાલુકાના શિવરાજપુર ખાતે રહેતા કાળુભાઇ પુનાભાઈ બારીયાના ભાણેજ એવા પૂજ્ય મુનિરાજ પરમ પ્રેમ વિજય મહારાજ 14 વર્ષ પહેલા યુવાવસ્થામાં તા. 26/11/2008ના રોજ સમસ્ત પરિવાર તેમજ સંસારના તમામ બંધનમાંથી મુક્ત થઈ તમામ બંધનોની મોહ માયાને પોતાનાથી દૂર કરી તમામ પ્રકારનાં ભૌતિક સુખ અને સગવડભર્યા જીવનનો ત્યાગ કરી સંસારથી દૂર થઈ સ્વ-પરના કલ્યાણ માટે જીવન જીવવાનો સંકલ્પ કરી તમામ બંધનોને ફગાવી વૈરાગ્યના માર્ગે દીક્ષા ધારણ કરી હતી.

અને જૈન દીક્ષાર્થી બન્યા હતા. જેમાં તેઓ ભુપેન્દ્રકુમાર કલ્યાણસિંહ બારીયામાંથી જૈન દિક્ષાર્થી પરમ પૂજ્ય મુનિરાજ પરમપ્રેમ વિજય મહારાજ બન્યા હતા. જેમાં 14 વર્ષથી પોતાના સગા સંબંધીઓથી દૂર રહેલા પરમ પૂજ્ય મુનિરાજશ્રી પરમ પ્રેમ વિજય મહારાજ રવિવારે શિવરાજપુર મામા કાળુભાઇ પુના ભાઈ બારીયાના ઘરે 14 વર્ષ બાદ પધારતા મોસાળમાં ખુશી સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો. જેમાં સમસ્ત શિવરાજપુર સહીત પરિવારજનોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત ભાજપના અગ્રણીઓ તેમજ પંથકના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પરમ પૂજ્ય મુનિરાજશ્રી પરમપ્રેમ વિજય મહારાજનું ઉષ્માભર્યું સ્વાગત કરી તેઓને સત્કાર્યા હતા. જેમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ પરમ પૂજ્ય મુનિરાજશ્રી પરમપ્રેમ વિજય મહારાજની આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. જે બાદ શિવરાજપુરના મુખ્ય બજાર ખાતે પરમ પૂજ્ય મુનિરાજશ્રી પરમપ્રેમ વિજય મહારાજનું પ્રવચન યોજાયું હતું. જેમાં સમગ્ર શિવરાજપુર સહિત પંથકના લોકોએ જોડાઈ તેઓના પ્રવચનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...