તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:હાલોલ તાલુકામાં પાણી પૂરું પાડતા વડાતલાવથી વરસડા સુધીની સિંચાઇ નહેર જર્જરિત, 75% પાણીનો થતો વેડફાટ

હાલોલ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
વડાતલાવથી વરસડા સુધીની નહેર જર્જરિત અનેક ઠેકાણે ઉગેલા ઝાડી ઝાંખરા નજરે પડે છે - Divya Bhaskar
વડાતલાવથી વરસડા સુધીની નહેર જર્જરિત અનેક ઠેકાણે ઉગેલા ઝાડી ઝાંખરા નજરે પડે છે
 • નહેરમાં અનેક ઠેકાણે ઉગેલા ઝાડી ઝાંખરાં, અનેક ગામોને સિંચાઈ માટે પાણી મળતું નથી

હાલોલ તાલુકાના અનેક ગામડાઓને સિંચાઈનું પાણી પૂરું પડતા વડાતલાવના પશ્ચિમી ઉત્તર વિસ્તારના જુના ઝાંખરીઆ, નવા ઝાંખરીઆ, ત્રિકામપુરા, કાશીપુરાથી તરખંડા જેવા ગામડાઓના ખેડૂતોને છતાં પાણીએ વલખા મારવા પડે છે, વર્ષો જૂની વડાતલાવ - વરસડા નહેર તદ્દન બિસ્માર હાલતમાં જોવા મળે છે, અનેક ઠેકાણે સાઈફનો તૂટી ગયા છે. તો આ 7 કિમી જેટલી લાંબી નહેરમાં અનેક ઠેકાણે ઝાડી ઝાંખરાઓ ઊગી ગયા છે. પિયતની ખેતી માટે પાણી છોડવામાં આવે છે, પરંતુ આ પાણી જુના ઝાંખરીઆ અને ત્રિકમપુરા સુધી માંડ પહોંચે છે.

વચ્ચે અનેક ઠેકાણે તૂટી ગયેલી નહેરનું મરામત કામ વર્ષોથી કરવામાં નહીં આવતા સિંચાઈ માટે 25% જેટલું જ પાણી જ ખેડૂતોને કામ આવતું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. વર્ષો પહેલા વડાતલાવથી વરસડા ગામના વજેરી તળાવ સુધી પાણી પહોંચાડવાના ઉદ્દેશ થી નહેર બનાવવામાં આવી હતી. જેથી કરી વજેરી તળાવ ભરવામાં આવતા વરસડા અને તેની આજુબાજુના મારુવા, પાંચતાડ, માસવાડ, જેવા ગામડાઓને પાણીનો લાભ મળે એમ હતો પરંતુ પાછલા અનેક વર્ષોથી આ મુખ્ય નહેરમાં ઊગી નીકળેલા ઝાડી ઝાંખરાઓ અને અનેક જર્જરિત બની અનેક ઠેકાણે તૂટી ગયેલી નહેરમાં સિંચાઈ માટે પાણી છોડવામાં તો આવે છે પરંતુ પાણી માત્ર બે જ ગામ સુધી પહોંચે છે.

જુના ઝાંખરીઆ અને તેની આસપાસના ત્રણસો જેટલા ખેડૂતોને પણ પિયત માટે છતાં પાણીએ વલખા મારવા પડે છે. જુના ઝાંખરીઆ પાસે એક સાયફન ઉભું કરી નવી નહેર બનાવવામાં આવે તો નજીકના 300 જેટલા ખેડૂતો ને સિંચાઈ માટે પાણી મળી રહે એમ છે અને આ માટે ખેડૂતો દ્વારા વારંવાર સ્થાનિક સાશકો અને આગેવાનોને રજૂઆતો કરી હોવા છતાં ખેડૂતોનું કોઈ સાંભળતું નહીં હોવાનો આક્રોશ ખેડૂતોમાં જોવા મળે છે.

પાછલા અનેક વર્ષોથી સિંચાઈના પાણી માટે વલખા મારતા આ ગામોના ખેડૂતોને ચૂંટણીઓ આવતા મત મંગવવા આવતા નેતાઓ ઠાલા વચનો આપી છેતરી રહ્યા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે, ત્યારે મત માટે આ ગામડાઓમાં જતા નેતાઓને મત માંગવા ભારે પડે એવી સ્થિતિ જોવા મળી રહી છે.

નવું ફાટિયું પાડી આપે તો સિંચાઇનું પાણી મળે
વડાતલાવથી નીકળતી નહેરનું પાણી જુના ઝાંખરીઆ સુધીજ આવે છે, આગળ પાણી જતું નથી. નહેર અનેક ઠેકાણે તૂટી ગયેલી છે. અમને અહીં થી નવું ફાટિયું પાડી આપવામાં આવે તો અમારા 300થી વધારે ખેડૂતોને સિંચાઈ નું પાણી મળે એમ છે. - રાજેન્દ્ર સિંહ ફતેસિંહ રાઠોડ,માજી સરપંચ, ઝાંખરીઆ ગ્રામ પંચાયત.

નહેર બની ત્યારથી કોઈ મરામત કામ થયું નથી
નહેરમાં પાણી અનિયમિત છોડવામાં આવે છે, અનેક કૂવાઓ તૂટી ગયેલા છે એટલે 75% પાણી નકામું કોતરોમાં વહી જાય છે. નહેર બની ત્યાર થી કોઈ મરામત કામ થયું નથી અને ઉપરવાસ ના ગામો સુધી તો પાણી પહોંચતું જ નથી. -ફતેસિંહ ભાઈ રામાભાઈ રાઠવા,ખેડૂત, જુના ઝાંખરીઆ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો