અકસ્માત:હાલોલમાં આખલાએ આધેડ મહિલાને ઉછાળતાં ઈજા

હાલોલ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોડની વચ્ચે ઢોરો અડિંગો જમાવે છે

હાલોલ નગરમાં મુખ્ય રોડ રસ્તા ઉપર રખડતા અને રોડની વચ્ચે જ એકબીજા સાથે લડતા અને રોડની વચ્ચોવચ અડિંગો જમાવી બેસી જતા ઢોરોને લઈને હાલોલ નગરની જનતા ત્રાહિમામ પોકારી ચૂકી છે. જ્યારે આવા ઢોરો રસ્તે ચાલતા રાહદારીઓ પર હુમલો કરી ઈજા પહોંચાડતા હોવાના બનાવો પણ નગર ખાતે બનવા પામ્યા છે. જેમાં નગરના મુખ્ય હાર્દ સમા એવા પાવાગઢ રોડ, કંજરી રોડ, વડોદરા રોડ, અને ગોધરા રોડ પર રોડની વચ્ચોવચ અડીંગો જમાવીને બેસી જતાં ઢોરોના કારણે ટ્રાફિકજામ સર્જાય છે . જેમાં કંજરી રોડ પર આવેલ ઉમા સોસાયટીના નાકે એ ભૂલાયા થયેલા આખલાએ 72 વર્ષીય આઘેડ મહિલાને તેમણે ચડાવી કમરના ભાગે જોરદાર શિંગડું મારી કમરના વાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા મહિલાને તાત્કાલિક દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા

જેમાં બનાવની મળતી વિગત પ્રમાણે હાલોલ નગરના કંજરી રોડ ખાતે આવેલ ઉમા સોસાયટીમાં રહેતા 72 વર્ષીય આઘેડ મહિલા શકુંતલાબેન કનૈયાલાલ મહેતા ઉમા સોસાયટીના નાકે થી પસાર થઇ રહ્યા હતા ત્યારે રોડ પરથી પસાર થતા અને તોફાને ચઢેલા એક આખલાએ અચાનક તેઓની સામે દોડી આવી તેઓના કમરના ભાગે જોરદાર શીંગડું મારી તેઓને ઉછાળી દેતા 72 વર્ષીય આધેડ મહિલા શકુંતલાબેન રોડ પર પટકાયા હતા

જેમાં આખલાએ તેઓના કમરના ભાગે શિંગડું મારતા કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા આસપાસથી દોડી આવેલા લોકોએ તેમને તાત્કાલિક સારવાર માટે હાલોલના ખાનગી દવાખાને લઇને પહોંચ્યા હતા નગરના મુખ્ય માર્ગો પર રખડતાં અને એકબીજા સાથે લડતા ઢોરોના પગલે ગત દિવસોમાં પણ હાલોલ બસ સ્ટેન્ડ વિસ્તારમાં એક વ્યક્તિને રખડતા ઢોરે શીંગડું મારી ઇજા પહોંચાડી હોવાનો બનાવ બનવા પામ્યો હતો જ્યારે પાવાગઢ રોડ પર રસ્તાની વચ્ચોવચ બે આખલા વચ્ચે લડાઈ થવા પામતા રોડ પરથી પસાર થઈ રહેલી એક કાર સાથે આખલો અથડાતા કારને નુકસાન પહોંચ્યુ હોવાના બનાવ બનવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...