તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:નવા ઢીકવા ગામે SOGએ ડિગ્રી વિનાનો બોગસ ડોક્ટર પકડ્યો

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4044 એલોપેથિક દવાઓ અને મેડિકલ ઈન્સ્ટ્રુમેન્ટ જપ્ત કર્યા

હાલોલ તાલુકાના નવા ઢીકવા ગામ એલોપેથિક સારવારની ડિગ્રી વગર બોગસ દવાખાનું ચલાવતા મૂળ પશ્ચિમ બંગાળના ઝોલા છાપ તબીબને જિલ્લા એસ.ઓ.જી પોલીસની ટીમે ઝડપી પાડયો હતો. જેમાં ગ્રામ્ય પંથકની ભોળી પ્રજાને બોગસ તબીબ બનીને લૂંટતા ઝોલા છાપ તબીબના બોગસ દવાખાનામાંથી પોલીસે 4044 રૂપિયાનો એલોપેથિક દવાઓ અને મેડિકલ ઈન્સ્ટ્રુમેન્ટનો સામાન જપ્ત કરી કાયદાકીય કાર્યવાહી કરી હતી.

પંચમહાલ પંથકની ગ્રામ્ય વિસ્તારની અબુધ અને ભોળી પ્રજાને એલોપેથિક સારવારના બહાને બોગસ દવાખાના અને બોગસ ડિગ્રીના સહારે કે પછી વિના ડિગ્રીએ લૂંટતા અને ગ્રામ્ય પંથકની પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ઝોલા છાપ તબીબોને ઝડપી પાડવા માટે પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું જે સુચના અને માર્ગદર્શન અંતર્ગત જિલ્લા એસ.ઓ.જી પોલીસે આવો તબીબોને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી હતી.જેમાં જિલ્લા એસ.ઓ.જી પોલીસનાં પી.આઇ એમ.પી.પંડયાને અંગત બાતમીદાર પાસેથી ખાનગી રાહે બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના નવા ઢીકવા ગામે નિશાળ ફળિયામાં રહેતો લેટોન બાલા નામનો ઈસમ કોઈપણ પ્રકારની એલોપેથિક સારવારની ડિગ્રી વિના પોતાના મકાનમાં એલોપેથી દવાઓ રાખી બોગસ દવાખાનું ચલાવે છે.

જે બાતમીના આધારે એસ.ઓ.જી પોલીસ ટીમે કથોલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમને સાથે રાખી નવા ઢીકવા ગામે આવેલ નિશાળ ફળિયામાં લેટોન બાલાના મકાનમાં આવેલ દવાખાનામાં છાપો માર્યો હતો જેમાં ઝોલા છાપ તબીબ લેટોન બાલા મૂળ રહેવાસી. ફુલતાણા જિ. ઉત્તરચોબીસ પરગણા. પશ્ચિમ બંગાળનાઓને એલોપેથિક સારવાર કરતા રંગે હાથે ઝડપી પાડી તેની પાસેથી એલોપેથીક સારવાર કરવા અંગેની આધારભૂત માન્યતા પ્રાપ્ત ડિગ્રી માંગતા કોઈ પણ પ્રકારની ડીગ્રી ન મળી આવતા પોલીસે તેની અટકાયત કરી તેના દવાખાનામાંથી મેડિકલ ઈન્સ્ટ્રુમેન્ટ તથા એલોપેથિક દવાઓનો 4044નો જથ્થો ઝડપી પાડી તેની સામે મેડીકલ પ્રેક્ટિસ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...