તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનવતા:પાવાગઢમાં વિખૂટી પડેલી બાળકીનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે હજારોની ભીડમાં માતાપિતાને શોધીને બાળકીને સોંપી

પાવાગઢ ખાતે 4 જુલાઈના રોજ રવિવારે હજારોની સંખ્યામાં યાત્રાળુઓ માતાજીના દર્શને પાવાગઢ દર્શને આવતા હોય જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના હેઠળ પાવાગઢ પોલીસ મથકના પીએસઆઈ જાડેજા સહિત સ્ટાફ પાવાગઢ ખાતે બંદોબસ્તમાં હતા. ત્યારે પાવાગઢ ખાતે પીએસઆઇ એમ.એમ.પારગીને ત્રણ વર્ષીય બાળકી એકલી અટુલી રડતી મળી આવતા પોલીસે તપાસ કરતા બાળકીના પરિવારજનો ન જોવા મળતા પાવાગઢના પીએસઆઈને ટેલિફોનિક જાણ કરતા સ્ટાફના માણસોએ હજારો યાત્રાળુઓ વચ્ચે બાળકીના માતાપિતાને શોધવા કવાયત હાથ ધરી હતી.

લાંબી શોધખોળ બાદ બાળકીના પિતા નરેન્દ્રસિંહ બાલારામ રાજપુર રહે.ડભોઈનાઓ અને માતા મળી આવતા પોલીસે મળી આવેલ ત્રણ વર્ષીય બાળકી સાક્ષીને તેના માતા પિતાને સોંપી બાળકીનું માતા પિતા સાથે મિલાપ કરાવતા માતા પિતાની આંખો છલકાઈ ગઈ હતી. પીએસઆઇ જાડેજા સહિત પોલીસ સ્ટાફના કામગીરીના પ્રશંસા કરી તેઓનો આભાર માન્યો હતો. જેમાં પાવાગઢ પોલીસે હજારોની ભીડ વચ્ચે સઘન તપાસ કરી એક વિખુટી 3 વર્ષીય બાળકીને તેના માતા પિતા સાથે મિલાપ કરાવી ઉત્કૃષ્ટ કામગીરી કરી માનવતા મહેકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...