તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પાવાગઢમાં 330 દબાણો સામે 2 દિ’માં માત્ર 7 દબાણો દૂર કરાયાં

હાલોલ12 દિવસ પહેલાલેખક: મકસુદ મલીક
 • કૉપી લિંક
પાવાગઢને સુંદર બનાવવા ગેરકાયદે ખડકાયેલા દબાણો દૂર કરવામાં આવ્યાં હતા. - Divya Bhaskar
પાવાગઢને સુંદર બનાવવા ગેરકાયદે ખડકાયેલા દબાણો દૂર કરવામાં આવ્યાં હતા.
 • પાવાગઢની કાયા પલટ કરવા તંત્રે દબાણોને હટાવ્યાં
 • તંત્ર દ્વારા વર્ષ 2009માં 304 દબાણોનો સફાયો કરાયો હતો

યાત્રાધામ પાવાગઢમાં વર્ષ 2009માં તત્કાલીન પંચમહાલ જિલ્લા કલેક્ટર મિલિંદ તોરવણેના કાર્યકાળ દરમિયાન રેવન્યુ, ફોરેસ્ટ, ગ્રામ પંચાયત અને પુરાતત્વ જમીનો પર તળેટી બસસ્ટેન્ડ, માચી છાસિયા તલાવ, દુધિયા તલાવ સહિત માચીથી મંદિર જતા પગદંડી રસ્તામાં થયેલા અને સરકારી ચોપડે નોંધાયેલા 634 દબાણો પેકી 304 દબાણો હટાવાયા હતા.

હટાવાયેલા દબાણોની જગ્યા ખુલ્લી કર્યા બાદ તંત્ર દ્વારા જગ્યા પર કોઈ ઠોસ કાર્યવાહી ન કરાતા દબાણોની યથાવત સ્થિતિ થઈ હતી. ત્યારબાદ પણ દબાણ હટાવવાની પુનઃ કાર્યવાહી ન કરાતા બાકી રહેલા 330 સહિત હટાવાયેલા 304 દબાણો પર દબાણદારો યથાવત અડીખમ ઉભા રહેતા છેલ્લા બે દીવસ દરમિયાન તંત્ર દ્વારા પાવગઢ મંદિરના પગથિયાં પાસે આકાર લેનાર નવીન યજ્ઞ શાળા બનનાર હોય મંદિર ટ્રસ્ટના નારિયેળ મુકવાના બે સ્ટેન્ડ સહિત બાવાબજારમાં આવેલા પાંચ કાચાં પાકા દબાણો કોઈપણ વાદ વિવાદ વગર કાયદો વ્યવસ્થા વચ્ચે હટાવી દેવાયા છે.

પાવાગઢ આવતા યાત્રાળુઓની સુખ સુવિધાઓ સહિત સુરક્ષા અને સલામતી માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી સંખ્યાબંધ શરૂ કરાયેલ વિકાસના કામો પૂર્ણતાના આરે હોઇ પાવાગઢની કાયાપલટ સાથે નવીન મંદિરનું કામ પણ પૂર્ણતાના આરે છે.

હિન્દુ મુસ્લિમના 112 જેટલા પુરાતત્વ સ્મારકો આવેલા છે
વર્લ્ડ હેરિટેઝ પાવાગઢ ખાતે હિન્દુ મુસ્લિમના 112 જેટલા પુરાતત્વ સ્મારકો આવેલા હોઇ તેને જાણવા મોટી સંખ્યામાં લોકો પાવાગઢ આવે છે. સાથે આસપાસના લોકોની રોજીરોટીના શ્રોત વધારવા ટુરિઝમ વિભાગ અને જિલ્લા પ્રશાસન દ્વારા દર વર્ષે પંચમહોત્સવ અને પાવાગઢ પરિક્રમાનું આયોજન કરાય છે.

દબાણકર્તાને પુનઃ સ્થાપિત કરવા જગ્યા ફાળવેલી છે
પાવાગઢમાં વર્ષ 2015 ફેબ્રુઆરીમાં સરકારના હુકમ મુજબ તબક્કાવાર દબાણો દૂર કરવા હુકમ કરાયો હતો. સાથે દબાણકર્તાઓને પુનઃ સ્થાપિત કરવા સરકારે ડીઆરડીએ ગોધરાને સર્વે નં 1 અ પેકી 2 પૈકી 1.2200 ચો.મી. તથા વન વિભાગ હસ્તકની 6000 ચો.મી. જગ્યા પર પુનઃ સ્થાપિત કરવા જગ્યા ફાળવેલી છે.

પાવાગઢમાં કુલ 506 દબાણો
રેવન્યુ

264દબાણો ,​​​​​​​1,50,377દબાણો

​​​​​​​વન વિભાગ
116​​​​​​​દબાણો ,​​​​​​​31,399દબાણો

​​​​​​​પંચાયત
126દબાણો ,​​​​​​​24,152દબાણો

કુલ 506 દબાણો 205928 ચોરસ ફૂટ જગ્યામાં દબાણો કરાયા હોવાનું સરકારી ચોપડે નોંધાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો