તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આસ્થા અકબંધ:પાવાગઢમાં એકાદશીએ માઇભક્તોના મહાસાગરે માતાજી સમક્ષ શિશ ઝુકાવ્યું

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના સંક્રમણનું જોખમ છતાં ભક્તોની આસ્થા અકબંધ જોવા મળી

પાવાગઢમાં રવિવાર તથા અગિયારસના સમન્વયે હજારોની સંખ્યામાં માઇભક્તોનુ ઘોડાપુર ઉમટી પડતા પોલીસને ટ્રાફિક નિયમન કરાવામાં નાકેદમ પડ્યો હતો. ગત રવિવારે પણ 1 લાખ જેટલા ભક્તો ઉમટ્યા હતા. છતાં આજે રવિવાર સાથે અગિયારસ હોય મોટી સખ્યામાં યાત્રાળુઓ આવવાની વકી હોવા છતાં યાત્રાળુઓને માંચી સુધી આવવા જવા બસોની કોઈ સુવિધા ન કરાતા યાત્રાળુઓને જીવના જોખમે ખાનગી જીપોમાં મુસાફરી કરવાનો વારો આવ્યો હતો. હાલ કોરોના સંક્રમણ ચરમસીમા પર છે છતાં પાવાગઢમાં 80,000 ઉપરાંત યાત્રાળુઓ ઉમટી પડતા અચમબ્બાભરી સ્થિતી વચ્ચે કોરોનાના ડર વગર માતાજી પ્રત્યેની આસ્થા અકબંધ જોવા મળી હતી.

ઉષાબ્રેકો કંપની દ્વારા સવારે 8 વાગે રોપવે સેવા શરૂ કરાઈ હતી. છતાં રોપવે ટિકિટ માટે બન્ને બાજુ લાઈનો લાગી હતી. મોડી સાંજ સુધી 4000 જેટલા યાત્રાળુઓએ રોપવેનો લાભ લીધો હતો. મંદિર પરિસરમાં પ્રવેશ પહેલા ભક્તોને સેનેટાઝિંગ ટેમપ્રેચર માપીને પ્રવેશ અપાતો હતો.

મંદિર પર જતાં પગથિયાંનું નવીનીકરણ થતા યાત્રાળુઓને ચડવા ઉતારવામાં સરળતા પડી હતી. મંદિરમાં હાલ નારિયેળ પ્રસાદ લઇ જવા પર પાબંદી હોય મંદિર ચોકમાં નારિયેળ પ્રસાદની ઠેલીઓનો ઢગલો વાગી ગયો હતો. 7 જુલાઈથી દર્શનાર્થીઓ માટે પુનઃ મંદિર ખુલ્લું મુકાયા બાદ બે શનિ-રવિવારે યાત્રાળુઓ પાવાગઢ ખાતે આવતા ધંધો રોજગાર ચાલતા વેપારીઓને થોડો હાશકારો થયો હતો. આસો નવરાત્રીના પડઘમ વાગી રહ્યા છે. નવરાત્રી ગરબા થશે કે નહીં માટે સરકાર હજુ કોઈ નિર્ણય ન લીધો હોય વેપારીઓ અવઢળમાં હોવાનું જાણવા મળેલ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો