ચોરી:હાલોલમાં તસ્કરો 1.21 લાખની મતાની ચોરી કરી પલાયન થયા

હાલોલ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

હાલોલના ગોધરા રોડ પર મેઘદૂત સોસાયટીના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો તિજોરીમાંથી 1,21,500ની કિંમતના દાગીનાની માલ મત્તા ઉઠાવી ગયા હતાં. હાલોલની મેઘદૂત સોસાયટીના નરેશકુમાર શાહ જીઆઈડીસી ખાતે પ્લાસ્ટિક ઝબલાની કંપની ધરાવે છે તેઓ કામ અર્થે મુંબઈ ગયા હતા જ્યારે માતા પણ બહારગામ ગયા હતા જેમાં ઘરે પત્ની અને બાળકો એકલા હોઈ મકાનને તાળું મારી નટવરનગર ખાતે નણંદને ત્યાં ગયા હતા. મકાન બંધ હાલતમાં જોઇ તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું હતું દરવાજાને તોડીને ઘરમાં ઘૂસી ઘરમાં મુકેલ તિજોરીના લોકને તોડી તિજોરીમાં રાખી મૂકેલ સોનાચાંદીના દાગીના જેની અંદાજે કિંમત 1,21,500/-રૂ.ની માલમત્તાની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા.

જેમાં બનાવ અંગેની જાણ કિંજલબેનને થતા તેઓ તાત્કાલિક પોતાના મકાન ખાતે દોડી આવ્યા હતા અને ઘરમાં આવીને જોતા ઘરનો તમામ સામાન વેરવિખેર અને તિજોરીનો લોક તૂટેલી હાલતમાં અને તિજોરી ખુલ્લી હાલતમાં અને તિજોરીમાં મુકેલ સોના ચાંદીના દાગીના ન જોતા ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડતા તાત્કાલિક બનાવ અંગે હાલોલ ટાઉન પોલીસ મથકે જાણ કરી હતી જેમાં પોલીસ ટીમે ઘટનાસ્થળે આવી તપાસ હાથ ધરી હતી જ્યારે બનાવ અંગે કિંજલબેને હાલોલ ટાઉન પોલીસ મથકે ચોરીનો ગુનો નોધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...