આક્ષેપ:હાલોલમાં પત્રકારોને મતગણતરીની પ્રક્રિયાનું કવરેજ કરવા ન જવા દેતા પ્રાંત અધિકારીને આવેદન આપ્યું

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મામલતદારે મનસ્વી ભર્યો વ્યવહાર કર્યાનો આક્ષેપ

હાલોલની ગ્રામ પંચાયતોની ચૂંટણી મતગણતરીની પ્રક્રિયા હાલોલની સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે યોજાઇ હતી. જેમાં મતગણતરીની પ્રક્રિયા પ્રજા સુધી પહોંચે તેને લઈ મતગણતરીની પ્રક્રિયાનુ કવરેજ કરવા ગયેલા પત્રકારો સાથે હાલોલ મામલતદારે મનસ્વી વ્યવહાર કરી પત્રકારોને કોલેજ કેમ્પસમાં જવા ના દેતા પત્રકારોમાં અપમાનિત થયાની લાગણી પ્રસરી હતી. મામલતદારે મનસ્વી પણું વ્યક્ત કરી પોલીસને મધ્યસ્થી બનાવી પત્રકારોને ચૂંટણી મતગણતરીની પ્રક્રિયાનુ કવરેજ કરવાથી દૂર રાખ્યા હતા.

મામલતદાર પ્રતીક સંગાડાએ માહિતી વિભાગ તરફથી સ્થાનિક પત્રકારોની યાદી ન મળી હોવાનો લુલો બચાવ કર્યો હતો. હાલોલના પત્રકારોએ એકત્રિત થઇ ધરણાં કરી પ્રાંત અધિકારીને આવેદન આપી નકલ CM સહિત ગૃહ રાજ્યમંત્રી, ગુજરાત રાજ્યના માહિતી નિયામક, પંચમહાલ જિલ્લા કલેકટર, રેન્જ આઈ.જી. જિલ્લા પોલીસ વડા, જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી ને મોકલી હતી.

અન્ય સમાચારો પણ છે...