હાલોલ નગરના પાવાગઢ બાયપાસ રોડ પર હેરિટેજ હોટલ પાસે મોહમ્મદ પાર્કમાં રહેતા અને ગ્રાફિક ડિઝાઇનનું કામ કરતા રમીઝ નિયાઝ કલંદરને એક ઓનલાઈન ડિલિવરી લેવાની હોઈ તેઓ તે ફોનની રાહ જોતા હતા. ત્યારે તા.2 મે 2022ના રોજ એક મોબાઇલ નંબર 89175 29436 પરથી ફોન આવ્યો હતો.
જેમાં રમીઝને ફોન કરનારે કવિક સ્પોર્ટ નામની લીંક મોકલી એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું જણાવી આઇડી માગી રમીઝના મોબાઈલ નંબર પર ઓટીપી મોકલી ઓટીપી સબમિટ થવાની થોડીક ક્ષણોમાં રમીઝના બેંક ઓફ બરોડાના એકાઉન્ટના ખાતામાંથી રૂા.5,118, રૂા.5118 અને રૂા.3,070 ત્રણ અલગ-અલગ ટ્રાન્જેક્શનથી કુલ રૂા.13,306 રમિઝના બેંક એકાઉન્ટમાંથી કપાઈ જતા રમીઝ પોતે ઓનલાઈન સાઈબરનો ભોગ બની છેતરાયો હોવાનો અનુભવ થતા તાત્કાલિક કવિક સ્પોર્ટ એપ્લિકેશન ડિલિટ કરી દીધી હતી.
જેમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી સાયબર ક્રાઇમનો ભોગ બની રૂા.13,306ની રકમ ગુમાવતા હાલોલ ટાઉન પોલીસ મથકે એક લેખિત અરજી આપી અરજીની નકલ ગોધરા સાયબર ક્રાઇમ સેલ અને ગાંધીનગર સાયબર ક્રાઈમ સેલમાં મોકલી આપતા સાયબર ક્રાઈમ સેલની ટીમે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.