તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇજાગ્રસ્ત:ગરિયાલ ગામે ડેમનો મગર 1 વ્યક્તિનો હાથ ખાઇ ગયો

હાલોલ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

હાલોલ તાલુકાના ગરિયાલ ગામ પાસે આવેલ ડેમમાં બપોરે ગામના હસમુખભાઇ પરમાર પાણી પીવા ઉતર્યા હતા. દરમિયાન મહાકાય મગરે તેમના પર હુમલો કરી ડાબો હાથ મોઢામાં પકડી પાણીમાં લઇ ગયો હતો. મગરના મોઢામાંથી છૂટવા હસમુખભાઈએ બુમાબુમ કરતા ગામ લોકો દોડી આવ્યા હતા.

પણ કોઈ કાળે બચાવી ન શકતા આખરે મગર તેમનો ડાબો હાથ ખાઈ જતા હાથ બાવળામાંથી છૂટો થઈ જતાં હસમુખભાઈ મહામુસીબતે ડેમમાંથી બહાર આવતા ગામ લોકોએ 108 બોલાવી હાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે હસમુખભાઈને વડોદરા સયાજી હોસ્પિટલમાં રીફર કરાયા છે. અગાઉ પણ ડેમમા રહેલા મગરો અવારનવાર જાનવરોને શિકાર બનાવતા આસપાસના ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...