ભાસ્કર વિશેષ:હાલોલના મુખ્ય માર્ગો ઉપર મસમોટા ગાબડાં પડતા રાહદારીઓ-વાહનચાલકોને પરેશાની

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હાલોલના મુખ્યમાર્ગો સહિત બજાર ના રોડ રસ્તાઓ પર  ખાડા પડી જતા અકસ્માત સર્જાવાની ભીતિ સર્જાઈ છે - Divya Bhaskar
હાલોલના મુખ્યમાર્ગો સહિત બજાર ના રોડ રસ્તાઓ પર ખાડા પડી જતા અકસ્માત સર્જાવાની ભીતિ સર્જાઈ છે
  • તંત્ર દ્વારા તાત્કાલિક ગાબડાં પૂરવામાં અાવે તેવી લોકોની માગ
  • મસમોટા ખાડાને કારણે અકસ્માત થવાની સેવાતી ભીતિ

હાલોલ શહેર સહિત પંથકમાં છેલ્લા ચાર દિવસથી વરસી રહેલા વરસાદને કારણે તેમજ ગટર યોજના અંતર્ગત ખોદવામાં આવેલા ખાડા હાલોલ નગરના મુખ્ય માર્ગો જેવાકે કંજરી રોડ ,ગોધરા રોડ, વડોદરા રોડ ચરણદાસ નો ખાચો અને મેઈન બજાર સહિત મુખ્ય માર્ગો ઉપર વરસાદથી રોડ રસ્તા ધોવાઈ જતા ઠેકઠેકાણે સમ મોટા ગાબડા પડી ગયા છે વરસાદને લઈ આ ખાડાઓમાં પાણી ભરાઈ ગયું હોવાથી રાહદારીઓ તેમજ વાહનચાલકોને ખાડા છે તેની ખબર પડતી નથી. જેથી વાહનચાલકો ખાડાઓમાં પડતા કેટલાક નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે.

નગરમાં ઠેકઠેકાણે ગાબડા પડી ગયેલા હોવાથી તેની પર પાણી હોવાથી વાહનચાલકો ને ભારે મુશ્કેલી પડે છે જેથી આવા ખાડાઓમાં પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ખાડા પુરી મરામત કરવા માં આવે તેવી ઉગ્રલોકમાંગ ઉઠી છે સાથે સાથે તંત્ર દ્વારા બનાવવામાં આવે રસ્તાઓમાં ગોબાચારી થઈ હોવાનું પણ પડેલા વરસાદે પોલ ખોલી નાખી છે

અન્ય સમાચારો પણ છે...