તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:હાલોલના પ્લોટ ગ્રાહકે બિલ્ડર સામે આક્ષેપ કરતી અરજી ટીડીઓને આપી

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરજીની નકલ પાલિકા ચીફ અોફિસર તથા મામલતદારને પણ અપાઇ

હાલોલ ગાયત્રી નગર ખાતે રહેતા લલીતાબેન ખ્રીસ્તીએ હાલોલ ખાતે કંજરી રોડ ઉપર સરસ્વતી વિદ્યામંદિર પાસે આવેલી તુલસી વીલા સોસાયટીમાં A-8 નંબરનો પ્લોટ થોડા સમય પહેલા ખરીદ્યો હતો. પ્લોટ ખરીદતી વખતે બિલ્ડર દ્વારા તેઓને ખુબજ સારી સારી વાતો કરી અને ત્રણ બાજુ થી ઓપન પ્લોટ બતાવ્યો હતો. અને કહ્યું હતું કે આપણી સોસાયટીમાં હવા ઉજાસ, પાણી ગટર, રોડ સહિતની તમામ સગવડો મળશે આવી રીતે બિલ્ડર દ્વારા લલીતા બેનને પ્લોટ ખરીદવા માટે લાલચ બતાવી અને પ્લોટ વેચાણ આપ્યો હતો. પ્લોટ પર હાલમાં અરજદાર પોતે મકાન બાંધકામ કરવા માંગતા હોવાથી તુલસીવીલામાં પ્લોટ ઉપર આવેલ ત્યારે તેઓના પ્લોટની પાછળની બાજુ બીજા પ્લોટ માલિકોએ પૂરેપૂરી જગ્યામાં બાંધકામ કરી દીધું હતું. જેના કારણે લલીતાબેન ચોકી ઉઠ્યા હતા.

પ્લોટમાં પાછળની બાજુ બિલકુલ બંધ થઈ જતી હોવાથી હવા ઉજાસનો મોટો પ્રશ્ન ઉભો થાય તેમ હોવાથી તેઓએ બિલ્ડરને મળી વાત કરતા બિલ્ડરે હાથ ઊંચા કરી દીધા હતા. આ તો આવી જ રીતે રહેશે આમાં કોઈ ફેરફાર થશે નહીં. જેનાથી નારાજ થઈ અરજદાર દ્વારા બિલ્ડર સામે અાક્ષેપ કરતી અરજી 30ના રોજ પાલિકા ચીફ ઓફિસર, મામલતદાર તેમજ ટીડીઓને અરજી આપી સોસાયટીમાં સરકારના નિયમ અનુસારનું બાંધકામ કરે અને N A પરમિશન લેતી વખતે મુકેલી શરતોનો ભંગ થતો હોવાથી શરત ભંગની કાર્યવાહી કરે અને હવા ઉજાસ માટે દરેક પ્લોટ માલિક દ્વારા પૂરતી જગ્યા છોડે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...