તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:હાલોલ તા. આમ આદમી પાર્ટી દ્વારા પર્યાવરણ બચાવવાની માગ સાથે મામલતદારને આવેદન

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હાલોલ તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદન. - Divya Bhaskar
હાલોલ તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદન.
  • જીઆડીસીમાં સિંગલ વપરાશ પ્લાસ્ટિક બેગના એકમો બંધ કરાવવાની માગ

હાલોલ જીઆઈડીસી ખાતે આવેલ સંખ્યાબંધ પ્લાસ્ટિકની બેગ બનાવતા એકમોમાં રોજે રોજ હજારો ટન જેટલું પ્લાસ્ટિક બેગનું પ્રોડક્શન કરવામાં આવે છે. જેમાં સરકાર દ્વારા પ્રતિબંધિત કરાયેલ 50 માઈક્રોનથી ઓછા માઈક્રોનની બેગનું ઉત્પાદન મોટા પાયે જીઆઇડીસી ખાતે આવેલા પ્લાસ્ટિકના કારખાનાઓમાં થતું હોવાના આક્ષેપો કરાયા છે. હજારો ટન પ્લાસ્ટીક બેગ ઉત્પાદન કર્યા બાદ સમગ્ર દેશભરના રાજ્યો સહિત મોટા શહેરોમાં મોકલવામાં આવે છે.

જેમાં હાલોલ જીઆઈડીસીમાં પ્લાસ્ટિક બનાવતા 500 ઉપરાંત યુનિટોને કારણે હાલોલ જીઆઇડીસી દેશભરમાં પ્લાસ્ટિકનું હબ ગણાય છે. જે સંદર્ભે 50 માઈક્રોનથી ઓછા પ્લાસ્ટિકની બેગ બનાવતી કંપનીઓ દ્વારા ઓછામાઇક્રોનની બેગ બનાવી પર્યાવરણને નુકશાન કરાઈ રહ્યુ હોવાના આક્ષેપ સાથે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિન નિમિત્તે આમ આદમી પાર્ટીના પંચમહાલ જિલ્લાના પ્રમુખની અધ્યક્ષતામાં તાલુકા આમ આદમી પાર્ટીએ હાલોલ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે.

જેમાં જણાવાયું હતું કે તાત્કાલિક અસરથી અાવી પ્લાસ્ટિક બેગ બનાવતા આવા કારખાનાઓ પર રોક લગાવી સરકારે પર્યાવરણને બચાવવાનો પ્રયાસ કરવો જોઈએ તેવી માંગ સાથેનું આવેદનપત્ર પાઠવ્યું હતું. જો કે બીજી તરફ હાલોલ જીઆઇડીસી ખાતે આવેલ 500 ઉપરાંત પ્લાસ્ટિકની બેગ બનાવતા યુનિટોમાં હાલોલની આસપાસની ગ્રામ્યપંથકની મોટી સંખ્યામાં મહિલાઓ આવા કારખાનામાં કામ કરી રોજગાર મેળવી પોતાનો જીવન નિર્વાહ કરી રહી છે અને સાથોસાથ આવા પ્લાસ્ટિક યુનિટો સાથે અસંખ્ય લોકોના રોજગાર જોડાયેલો છે અને હજારો લોકો આવા કારખાના થકી રોજગાર મેળવી પોતાનો જીવન નિર્વાહ કરી રહ્યા છે. ત્યારે આવા પ્લાસ્ટી બેગો બનાવતા યુનિટો પર રોક લગાવવામાં આવેતો હજારો લોકોનો રોજી રોટીનો છીનવાઈ જવાની શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...