તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સમસ્યા:હાલોલ તા. પંચાયતમાં આધારકાર્ડ સેન્ટર બંધ રહેતાં લોકોનો હોબાળો

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલોલ તાલુકા પંચાયત ખાતે ચાલતા આધારકાર્ડ સેન્ટર માં છેલ્લા આઠ દિવસ થી અનિયમિત કાર્ય થતા આજે લોકો એ હોબાળો કરી તાલુકા વિકાસ અધિકારી ના રૂમ પર લોકોનું મોટું ટોળું પહોચી જતા તાલુકા વિકાસ અધિકારી એ દરમિયાનગિરી કરતા મામલો થાળે પડ્યો હતો.

તાલુકા પંચાયતના હોલ ખાતે કોટ્રાક્ટ અપાયેલ એજન્સી દવારા આધારકાર્ડ માં સુધારા વધારા સહિત નવું આધારકાર્ડ કાઢવા ની કામગીરી કામ કરાય છે તાલુકા માંથી રોજ મોટી સંખ્યા માં આવી વહેલી સવાર થી લાઈનો લગાવી કલાકો સુધી ઉભા રહે છે છેલ્લા આઠ દિવસ થી સર્વર નથી ચાલતું કહી કાર્યવાહી રોકાઈ જતા ગામડાઓ માંથી આવતા લોકો ને ભારે મુશ્કેલી પડી રહી છે. મંગળવારે પણ વહેલી સવાર થી લોકો મોટી સંખ્યા માં આવી લાઈનો લગાવી હતી પણ બપોર સુધી સેન્ટર જ ખુલતા લોકો એ હોબાળો કર્યો હતો તેમ છતાં તાલુકા પંચાયતના કોઈ નેતા. અધિકારી કે કર્મચારી ના પેટ નું પાણી ન હાલતા લોકો નું મોટું ટોળું તાલુકા પંચાયત માં આવેલ તાલુકા વિકાસ અધિકારી ના ઘરે પોહચી રજુઆત કરતા તાલુકા વિકાસ અધિકારી એ આઇસીડીએસ વિભાગ ના અધિકારી ને બોલાવી ઘટતું કરવા નું કેહતા લોકો નો ગુસ્સો શાંત પડ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો