મેઘ મહેર:હાલોલમાં શનિવારે એક કલાકમાં સાડાત્રણ ઈંચ વરસાદ ખાબકયો

હાલોલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યાં, સીઝનનો કુલ વરસાદ 57.77 ઇંચ

હાલોલમાં એક જ કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસતાં સર્વત્ર જળબંબાકાર સર્જાયું હતું. મેઘરાજાએ શનિવારે સવારે ફરીથી હાલોલનું ગામ તળાવ છલકાવી દીધું હતું. એક જ કલાકમાં 3.5 ઇંચ વરસાદ પડતાં હાલોલમાં સીઝનનો કુલ 57.77 ઇંચ વરસાદ નોધાયો હતો. તળાવ ઓવરફલો થતા અરાદ રોડ અને સામા છેડે હરીજન વાસ તરફ તળાવનું છલકાતંુ પાણી વહી રહ્યું હતું. જેથી આદર્શ સોસાયટી પાછળનું શાકમાર્કેટ અને પાસેની અનુપમ સોસાયટીમાં કેડ સમા પાણી ભરાયાં હતાં. તો એસટી સ્ટેન્ડ સામે શ્રી દ્વારકાધીશ હવેલીના કમ્પાઉન્ડમાં પણ પાણી ભરાઇ ગયા હતા. અહીંથી યુવરાજ હોટલ સુધી પાણી ભરાતાં લોકોને મુશ્કેલી પડી હતી. હાલોલમાં જ્યારે વરસાદ પડે છે ત્યારે કેટલાક ચોક્કસ વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે પણ તેનો કોઈ કાયમી ઉકેલ પાલિકા દ્વારા લવાતો નથી. જેનાથી લોકોમાં રોષ જોવા મળે છે. જૂની અનુપમ સો.માં વરસાદમાં મકાનના પગથિયાં ડૂબે તેટલું પાણી ભરાય છે તેનું કારણ એ છે કે તેની પાછળના શાકમાર્કેટમાં પણ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા પાલિકા દ્વારા કરાતી નથી.

અન્ય સમાચારો પણ છે...